Friday, July 13, 2018

મૂંગું આ વાદળ...

ભેદ સૌ પાણીના ખોલે તો સારું;
મૂંગું આ વાદળ હવે બોલે તો સારું...!
મન તો થાય એક પત્થર ફેંકી આ મૂંગા બાવાને હું છંછેડી દઉં;
ફાટી જવાનીવળી લાગે છે બીક-વિચારને પાછો હું સંકેલી લઉં.
સણસણતાં ફેંકુ હું ટહુકાના તીર એ વાદળના ચીર હવે છોલે તો સારું...
મૂંગું આ વાદળ હવે બોલે તો સારું...!
માથા પર જામેલું કાળું ભમ્મર આ આભ મને લાગે છે આંબો રસદાર;
નિયત જ તારી ક્યાંક કાચી નથી કે કરવા છે કેરીના કાળા-બઝાર.
પાણી નું બીજું નામ છે જીવન-તું જીવનને રૂપિયે ના તોલે તો સારું..!
મૂંગું આ વાદળ હવે બોલે તો સારું...!
પવન જઇ કાનમાં શી કરે વાત- મૌન આમ ને આમ વિખરાય ના જાય ક્યાંક;
ધૂળની ડમરીએ કાઢી છે આંખ-વાત ભીની ને ભીની દબાય ના જાય ક્યાંક.
આજ ના વરસે તો દરિયાના સમ તને-નદીયું ના શ્રાપ હવે ના લે તો સારું..!
મૂંગું આ વાદળ હવે બોલે તો સારું...!

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...