ભોજન સાથે સંબધિત આચાર
વર્તમાનમાં સંયુક્ત કુટુંબની પાયમાલી, આધુનિકતાનો પ્રભાવ અને ગતિમાન જીવનશૈલીને કારણે ભોજન સાથે સંબંધિત નિત્ય આચાર પોતે પાળવા અને તે આગામી પેઢી સુધી પહોંચાડવાનું લગભગ બંધ જ થયું છે. 'જેવો આહાર, તેવા વિચાર અને જેવા વિચાર, તેવું કર્મ', એમ કહેવામાં આવ્યું છે. તેથી આધ્યાત્મિક સંસ્કારોનું મૂળ પણ સાત્વિક આહારમાં ગૂંથાઇ ગયું છે. સદર લેખમાં જમવાના સંબંધમાં કેટલાક નિયમો, જમવાની વેળાઓ અને તેમનું મહત્વ આપી રહ્યા છીએ.
જમવાના સંબંધમાં કેટલાક નિયમો
૧. નહાવા પહેલાં જમવું નહી ઃ વિના સ્નાનેન ન ભુજ્જીત । અર્થ ઃ- સ્નાન કર્યા સિવાય ભોજન ન કરવું. નહાવાથી દેહને શુચિર્ભૂતતાં પ્રાપ્ત થાય છે. શુચિર્ભૂત થવું, અર્થાત્ અંતર્બાહ્ય શુદ્ધ થવું. નામજપ કરતાં કરતાં નહાવાથી અંતર્બાહ્ય શુદ્ધિ સાધ્ય કરી શકાય છે. નામજપ કરવાથી આંતરશુદ્ધિ, જ્યારે નહાવાથી બાહ્યાશુદ્ધિ સાધ્ય કરવામાં આવે છે. નહાવા પહેલાં દેહ પરની રજતમયુક્ત મલિનતા તેમ જ હોવાથી આ મલિનતા સહિત ભોજન ન કરવું.
૨. જો અન્નનું પચન થયું હોય, તો જ જમવું ઃ
અ. પહેલાં સેવન કરેલું અન્ન પચી ગયા પછી એટલે જ કે, ભૂખ લાગ્યા પછી શુદ્ધ ઓડકાર આવ્યા પછી, શરીરને હળવું જણાયા પછી જમવું. જેથી અપચો ઇત્યાદિ રોગ થતાં નથી અને સપ્તધાતુ (રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર)ની યોગ્ય વૃદ્ધિ થાય છે.
આ. રાત્રિનું ભોજન બપોરની તુલનામાં હળવું હોવું જોઇએ. જો બપોરનું ભોજન પચ્યું ન હોય, તો રાત્રે થોડો હળવો આહાર લેવામાં વાંધો નથી. પણ રાત્રિનું ભોજન જો પચ્યું ન હોય, તો બપોરે જમવું નહી.
૩. મળ-મૂત્રનો આવેગ આવ્યા પછી ભોજન ન કરવું ઃ- કારણ કે આવા સમયે ભોજન કરવું તે આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ નથી.
૪. શૌચ જઇ આવ્યા પછી તરત જ ન જમવું ઃ અડધો કલાક રોકાવું, કારણ કે આવી રીતે થોભવું આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ છે.
૫. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના કાળમાં ભોજન ન કરવું ઃ
અ. આરોગ્યની દ્રષ્ટિએ ઃ ચંદ્ર અને સૂર્ય આ અન્નરસનું પોષણ કરનાર દેવતાઓ છે. ગ્રહણકાળમાં તેમની શક્તિ ઘટતી હોવાથી તે કાળમાં ભોજન કરવાનું વર્જ્ય કહ્યું છે.
આ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઃ આધુનિક વિજ્ઞાાન ગ્રહણકાળનો વિચાર કેવળ સ્થૂળ, અર્થાત્ ભૌગોલિક સ્તર પર કરે છે પણ આપણા ઋષિમુનિઓએ ગ્રહણના સૂક્ષ્મ, અર્થાત્ આધ્યાત્મિક સ્તર પર થનારાં દુષ્પરિણામોનો વિચાર પણ કર્યો છે. ગ્રહણકાળમાં વાયુમંડળ રજ-તમયુક્ત (ત્રાસદાયક) લહેરોથી ભારિત થયેલું હોય છે. તે કાળમાં વાયુમંડળમાં રોગજંતુઓ, તેમ જ અનિષ્ટ શક્તિનો પણ પ્રભાવ વધેલો હોય છે. જો તે કાળમાં ખાવા, સૂવા જેવી કોઇપણ રજ- તમોગુણી કૃતિ કરીએ, તો તે માધ્યમ દ્વારા અનિષ્ઠ શક્તિઓનો આપણને ત્રાસ થઇ શકે છે. પરંતુ ગ્રહણકાળમાં નામજપ, સ્તોત્રપઠણ જેવી કૃતિઓ કરીએ તો આપણા ફરતે સંરક્ષણ- કવચ નિર્માણ થઇને ગ્રહણના અમંગળ પ્રભાવથી આપણું રક્ષણ થાય છે. 'સ્થૂળ વૈજ્ઞાાનિક બનાવો પાછળ પણ સૂક્ષ્મ એવું અધ્યાત્મશાસ્ત્ર છે.' એવું વિશદ કરનારો એકમેવ 'હિંદુ ધર્મ' છે!
૬. ગૃહસ્થ પતિ-પત્નીએ અન્યોએ જમી લીધા પછી જમવું ઃ યજમાને પોતે જમવા પહેલા નાના બાળકો, વૃદ્ધ, સેવક (નોકર)ને ભોજન અને ગાય- ઢોરને ચારો- નીર આપ્યા છે કે નહી, તેની ખબર કાઢયા પછી જ, તેમજ જો કોઇ અતિથિ આવ્યા હોય, તો તેમની પણ ખબર કાઢીને પછી જ અતિથિ સાથે ભોજન કરવું, એવી પહેલાંની રૃઢિ હતી.
૭. અન્નગ્રહણ કરવા પહેલાં દેવતાને નૈવેદ ધરવો, ગાયને ગોગ્રાસ આપવો અને પિતરોને કાકબળી મૂકવો, આમ કરવાથી દેવઋણ અને પિતરઋણ ચૂકતે થવું ઃ પહેલાંના કાળમાં સર્વ રસોઇ સિદ્ધ કરી લીધા પછી દેવતાને નૈવેદ ધરીને, ગાયને ગોગ્રાસ અને પિતરોને આંગણામાં કાકબળી મૂકીને પછી જ અન્નગ્રહણ કરવામાં આવતું હોવાથી પ્રત્યેક જીવના હસ્તે પ્રતિદિન દેવતા, પિતર, તેમ જ અનિષ્ટ શક્તિઓની ક્ષુધા શાંત કરવામાં આવીને દેવઋણ અને પિતૃઋણ ચૂકતે કરવામાં આવતાં હતા.
૮. અન્નગ્રહણ કરવા પહેલાં મૂળ પુરુષને પણ નૈવેદ ધરવાથી તેમની સહાયતા મળવી ઃ જેના દ્વારા એકાદ પેઢીનો આરંભ થયો હોય છે. એવા પુરુષને તે પેઢીના મૂળ પુરુષ તરીકે ગણવામાં આવે છે. મૂળ પુરુષનું સ્મરણ કરીને તેમને પણ નૈવેદ ધરવો જોઇએ.તેમને નૈવેદ ચડાવવાથી તેઓ પણ તૃપ્ત થઇને આપણને સહાયતા કરે છે.
૯. અન્નગ્રહણ કરવા પહેલા દેવ, ઋષિ, માનવી, પિત્તર અને ઘરમાંના ભગવાનને તૃપ્ત કરવાથી તેમની પાસેથી આશીર્વાદ મળવા ઃ 'ગૃહસ્થ પતિ- પત્નીએ દેવ, ઋષિ, માનવી, પિતર અને ઘરમાંના ભગવાનની (કુળાચાર પ્રમાણે જે દેવતા હોય તેની) સાથે સંબંધિત હોય તેવા બધા જ ધર્મકૃત્યો કરવા. તેમને અન્ન આપીને તૃપ્ત કરવા. પછી વધેલું અન્ન પોતે ખાવું. તેમ કરવાથી બ્રહ્માંડમાં રહેલી ઇચ્છાલહેરો, ક્રિયાલહેરો અને જ્ઞાાનલહેરોના સ્તર પર આશીર્વાદ મળે છે.
અ. પિતર અને માનવી (ઇચ્છા લહેરોનાં રૃપમાં આશીર્વાદ યશ) ઃ
ઇચ્છાલહેરોનાં રૃપમાં પિતરો પાસેથી, તેમ જ માનવી દ્વારા મળનારો આશીર્વાદ કૃતિના સ્તર પર જીવને યશ મેળવી આપવા માટે કારણીભૂત થાય છે.
આ. ઘરના દેવતા (ક્રિયાલહેરોનાં રૃપમાં આશીર્વાદ, કર્મ અંતર્ગત સહાયતા) ઃ
ક્રિયાલહેરોના રૃપમાં મળનારા ઘરના ભગવાનના આશીર્વાદ જીવને તેના કર્મ અંતર્ગત સહાયતા કરે છે.
ઇ. દેવ અને ઋષિ (જ્ઞાાનલહેરોના રૃપમાં આશીર્વાદ, કર્મ અકર્મ થવું) ઃ
જ્ઞાાનલહેરોનાં રૃપમાં દેવ અને ઋષિ પાસેથી મળનારા આશીર્વાદ જીવનું પ્રત્યેક કર્મ અકર્મ બનાવતાં હોવાથી તે એક દિવસ સર્વ ઋણમાંથી મુક્ત થાય છે.
જમી લીધા પછી કેટલાક કેટલાક રહીને ખાવું ? બપોરે જો ભારે જમણ થયું હોય, તો તે રાત્રે ન જમવું. સર્વસામાન્ય રીતે મોટા માણસોએ જમી લીધા પછી ત્રણ કલાક તોયે કાંઇ જ ન ખાવું, તેમ જ શ્રમિકોએ ૬ કલાક કરતાં વધારે સમય સુધી કાંઇ ખાધા સિવાય રહેવું નહી..
ભોજનની વેળાઓ ૧. દિવસમાં બને ત્યા સુધી બે વાર જ જમવું. ભોજનની વેળાઓ નિશ્ચિત કરેલી હોવી જોઇએ.
૨. સૂર્યાસ્ત પછી ૩ કલાકમાં જમવું. સૂર્યોદય અને સૂર્યાસ્ત, તેમ જ બપોરે બાર વાગે અને રાત્રે બાર વાગે જમવું નહી.
૩. બને ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યા સુધી સવારનું અને રાત્રે ૯ વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન કરવું બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી આકરો તાપ હોય છે. આ કાળમાં ભોજન કરવાથી ત્યારે જઠરાગ્નિ ઘણો પ્રદીપ્ત થવાથી શારીરિક ત્રાસ થવાની શક્યતા હોય છે. તેમજ રાત્રે ૯ વાગ્યા પછી વાતાવરણમાં અનિષ્ઠ શક્તિઓનો સંચાર વધે છે. આ કાળમાં ભોજન કરવાથી અન્ન પર અનિષ્ટ શક્તિઓનું આક્રમણ (હુમલો) થવાની શક્યતા વધે છે. અનિષ્ટ શક્તિઓનું આક્રમણ થયેલું અન્ન ગ્રહણ કરવાથી અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થવાની શક્યતા હોય છે.
સવારના અને રાત્રિના ભોજનનું મહત્વ ઃ સવારનું ભોજન જીવન માટે (દિનચર્યા માટે) આવશ્યક એવી ક્રિયાલહેરો પૂરી પાડે છે. (કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડે છે.) અને રાત્રિનું જમણ રાત્રિના કાળમાં વધી રહેલા રજ-તમ સામે લઢવા માટે ઊર્જાલહેરો પૂરી પાડે છે. તેમ જ જમવાથી પ્રાણ પર આવરણ આવવાનું ટળે છે. કારણ કે અન્ન પ્રાણને ચૈતન્ય પૂરું પાડવાનું કાર્ય કરે છે.
સમય પર ભોજન ન કરવાથી થનારાં તોટા ઃ શરીર અને મનનો એકબીજા સાથે સંબંધ છે. શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય આ એકબીજાને પૂરક પણ હોય છે. સમય પર ન જમવાથી શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય બગડી શકે છે, તેમ જ આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ બગડે છે.
૧. 'સમય પર ન જમવાથી શરીર સ્વાસ્થ્ય બગડે છે.
૨. જ્યાં સુધી આપણે જમતાં નથી અથવા પાણી પીતાં નથી, ત્યાં સુધી આપણાં મનમાં 'મારે જમવાનું છે, પાણી પીવાનું છે', એવા વિચારો સાતત્યથી અંકિત થતાં હોવાથી મનની શક્તિ અમસ્તી જ વેડફાય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પરના તોટા. ૧. યોગ્ય સમયે અન્ન ગ્રહણ ન કરવાથી પેટમાં નિર્માણ થનારા પોલાણમાં અનિષ્ટ શક્તિઓને વધારે પ્રમાણમાં કાળી શક્તિ સંઘરી રાખવાનું સહેલું પડે છે. તેના પરિણામ તરીકે વ્યક્તિને અપચો થવો, પેટના વિકાર, સંધિવાત ઇત્યાદિ વ્યાધિ થાય છે. ૨.જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઇએ તેટલો પૂરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઇને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે. સ્થૂળદેહની નબળાઇ વધીને મનનું કાર્ય પણ વ્યવસ્થિત થતું નથી. આ સર્વેનું પરિણામ શરીરની કાર્યક્ષમતા પર થાય છે. ૩. પહેલાના યુગમાં વાતાવરણ ઘણું સાત્વિક હોવાથી વાતાવરણમાં રહેલા રજ-તમ સામે લઢવા માટે આવશ્યક એવી શરીરની ઊર્જા બચી જતી હતી. સતત સાધના કરવાથી શરીરમાં રહેલું રજ-તમનું પ્રમાણ પણ અલ્પ થઇને દેહ સાત્ત્વિક થતો હતો. તેથી શરીરમાં સારો વાયુ કાર્યાન્વિત થવાથી શરીરમાં રહેલી પેશીઓનું આપમેળે જ પોષણ પણ થતું હતું.
આ રીતે જો અન્નસેવન પાછળનું શાસ્ત્ર એકવાર ધ્યાનમાં આવે, તો ઘરે જ નહી, જ્યારે બહાર અન્ય ઠેકાણે પણ અન્ન ગ્રહણ કરવાની વારી આવે, છતાં પણ અચારોનું પાલન કરીને 'અન્ન એ બ્રહ્મસ્વરૃપ છે.' એમ માની લઇને તે 'ભગવાનના પ્રસાદ' તરીકે પ્રાર્થના અને નામજપ કરતાં કરતાં ગ્રહણ કરવાથી તે પવિત્ર યજ્ઞાકર્મ જ બને છે. એમ કરવું, આ સાધના જ છે.
No comments:
Post a Comment