Wednesday, April 27, 2016

Greenfield airport at Dwarka

દ્વારકા નું નવું એરપોર્ટ ફાળવેલ જગ્યા એ બનશે તથા આ એરપોર્ટ ગુજસેઇલ બનાવશે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ. (ગુજસેઇલ) એ જાહેર ક્ષેત્રની કંપની છે, જેની સ્થાપના ગુજરાતમાં ઝડપી વેગે વિકસી રહેલા નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે જરૂરી માનવ સંસાધન પુરા પાડવા તેમજ માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના હેતુથી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા અને કનેક્ટિવિટિ વધરાવાની વ્યુહરચનાના ભાગરૂપે રાજ્યમાં ગુજસેઇલ તબક્કાવાર 11 હવાઇપટ્ટીઓનો વિકાસ કરી રહી છે. જેની શરૂઆત ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વર અને દ્વારકા, અંબાજી તેમજ પાલિતાણા જેવી મંદિરોની નગરીઓથી થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટનો વિકાસ પીપીપીના ધોરણે રાજ્યની જરૂરીયાત મુજબ કરવામાં આવશે. એટીએફનાં વેરામાં પાંચ ટકા રાહત, અનુદાન, એમઆરઓ સુવિધા, વાયેબિલિટી ગેપ ફંડીંગ જેવા વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત પણ કંપનીએ કરી છે.

0 comments :