Tuesday, December 23, 2014

અાતિથ્ય અકસ્માત, ત્રણ ભાઇઅો સહિત ચાર ના મ્રુત્યુ

શહેરની વાલકેેશ્વરનગરીમાં ગઈકાલે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારને અચાનક ગુગળામણ થઇ હતી, તેને બચાવવા પડેલા અાતિથ્ય હોટલના ત્રણ ભાઈઓ ના ઝેરી ગેસની અસરથી મ્રુત્યુ નિપજ્યા હતા. Read more  http://blog.halar.org/2014/12/blog-post_22.html
 

Thursday, December 11, 2014

Jamnagar Bedi Marine Police



Monday, December 8, 2014

Khijadiya - Amitabh Bachchan Birding

Amitabh Bachchan, at Khijadiya Jamnagar
Gujarat : Land of Migratory Birds

Saturday, November 8, 2014

Sunday, October 5, 2014

Six pakistani fisherman nabbed

Six Pakistani fishermen were caught by the Coast Guard sleuths after their boat intruded into Indian waters near Jamnagar coast on Sunday. 

"Six Pakistani fishermen were caught when their boat intruded into Indian waters near Jamnagar coast," a Coast Guard official said. 

Pakistan Maritime Security Agency (MSA) had apprehended 82 Indian fishermen along with their 13 boats in two different incidents in the recent past. 

Thursday, September 18, 2014

Balachadi ગણેશ વિસર્જન સફાઇ

ગણેશ વિસર્જન : બાલાચડીના કિનારે સફાઈ

ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.

જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.

દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી. 

સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.

નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.

સમાચાર સૌજન્ય: સઁદેશ

Monday, September 15, 2014

Traffic Jamnagar : ટ્રાફીક જામનગર

Jamnagar is facing traffic jam with just 36 traffic policemen to spare.

નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.

ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.

શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.

નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.

Saturday, September 13, 2014

9 DAM Overflow

 Last few days of sparse rains bought new water in Jamnagar Dams, however the Ranjit Sagar dam that provide drinking water to City has almost no water.


હાલાર પંથકના અત્યાર સુધીમાં નવ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે,
શહેરને પાણી પુરૃ પાડતા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ નથી.


ફુલઝર-૧ - રફુટ,
ડાયામીણસર - ૦.૩૩,
આજી-૪ - ૦.૩૩,
ઉંડ-૧ - ૦.ર૦,
વોડીશાંગ -  ૧.૧પ,
મીણસાર-વી - ૦.૬૬,
વેરાડી-ર - ૧.૧પ,
વેરાડી-૧ - ૧.૯૦


Wednesday, April 30, 2014

Gujarat Voting 2014 Elections

Here are the voting percentage of Gujarat 2014 Loksabha Election. Constituency wise.

 Jamnagar registedred around 60% voting.



Bhavnagar 54.11%
Gandhinagar 52.10%
Surendranagar 47%
 Jamnagar 59.22%
Junagadh 55.99%
 Amreli 49%
 Anand 59.53l
Kheda 55.76%
 Dahod 59.02%
Surat 58.84%
 Vadodra 72%
 Chotaudepur 53%
 Navsari 65.04%
Valsad 66%
 Kutch 53.17%
Banskantha 61%
Patan 51.25%
 Mahesana 60.84%
 Panchmahal 56.11%
 Bharuch 66%
Porbandar 43.64%
 Sabarkantha 63%
 Ahemedabad purva 57%
 Ahemedabad paschim 53%
Bardoli 67.61 %
Rajkot 51.74
Div-daman 76.86%
Dadranagar haveli 81%

Friday, April 25, 2014

બાળક...


બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ?

આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે

Saturday, April 5, 2014

ઈમાનદારી જરુર થી રંગ લાવે છે !!

ઘણાં બધાં વરસો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા આવ્યો ત્યારે એને થયું કે હવે નવો રાજા પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એની ઈચ્છા હતી કે એવો રાજા પસંદ કરવો કે જે સામ્રાજ્યને તો બરાબર સાચવી જ શકે, સાથોસાથ લોકોનું પણ બરાબર ધ્યાન રાખે. એને પોતાના રાજકુમારો કે સગાંવહાલાંમાં કોઈમાં એવાં લક્ષણો ન દેખાયાં, એટલે એણે રાજ્યના બધા જ નવયુવાનોને એક ખાસ દિવસે સભામાં ઉપસ્થિત રહેવા માટે ઢંઢેરો પીટાવ્યો.
એ દિવસ આવી પહોંચ્યો. રાજમહેલના મેદાનમાં આખા રાજ્યના યુવાનોની ખાસ્સી ભીડ એકઠી થઈ હતી. રાજાના ખુદના રાજકુમારો પણ નિરાશ વદને હાજર હતા. સમય થયો એટલે રાજા આવ્યો. ભીડને સંબોધીને એણે કહ્યું, ‘હવે તમારામાંથી જ એક નવો રાજા પસંદ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ એ માટે તમારે સૌએ એક નાનકડી પરીક્ષા પસાર કરવાની છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને એક બીજ આપવામાં આવશે. એ બીજને તમારે સૌએ ઘરે જઈને કૂંડામાં વાવી દેવાનું છે અને એમાંથી જે છોડ ઊગે તેની આવતા એક વરસ સુધી કાળજી લેવાની છે. એક વરસ પછી આજના જ દિવસે પોતપોતાના છોડનાં કૂંડાં સાથે અહીં હાજર થવાનું છે. છોડની તમે કરેલી દેખભાળ તેમ જ એની તમે લીધેલી કાળજી પરથી હું એ નક્કી કરીશ કે તમારામાંથી કોણ રાજ્યની બરાબર કાળજી રાખી શકશે અને એ બાબતમાં જે વ્યક્તિ મને સૌથી વધારે યોગ્ય લાગશે એ જ તમારો નવો રાજા બનશે !’
એ પછી બધા યુવાનોને એક એક બીજ આપવામાં આવ્યું. એ દિવસે ઝિંગ નામનો એક યુવાન પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચેલો. બધાની જોડાજોડ એને પણ એક બીજ આપવામાં આવ્યું. ઝિંગે ઘરે જઈને પોતાની માને બધી વાત કરી. એની માતાએ એક કૂંડામાં એને માટી ભરી આપી. મા-દીકરાએ એ કૂંડામાં પેલું બીજ વાવી દીધું. એ પછી બંને જણ કૂંડાની બરાબર કાળજી લેવા માંડ્યાં. નિયમિતપણે પાણી પીવડાવી એ લોકો બીજમાંથી કોંટો ફૂટવાની રાહ જોવા માંડ્યા. એક અઠવાડિયું, બે અઠવાડિયાં એમ કરતા કરતા પાંચેક અઠવાડિયાં પસાર થઈ ગયાં. આજુબાજુના અને એ જ ગામના બીજા યુવાનો પોતપોતાના કૂંડામાં ઊછરી રહેલા છોડ અંગે વાતો કરવા માંડ્યા. ઝિંગ વારંવાર પોતાનું કૂંડું જોઈ લેતો, પરંતુ એમાં કંઈ પણ ઊગેલું નહીં જોતાં નિરાશ થઈ જતો. છતાં ધીરજપૂર્વક એ પાણી પીવડાવ્યા કરતો.
એમ ને એમ થોડા મહિના પસાર થઈ ગયા. હવે તો કોનો છોડ કેટલા ફૂટનો થયો, ફલાણા ગામના યુવાનના કૂંડામાં તો બે ફૂટનો છોડ થઈ ગયો. ફલાણાના છોડનાં પાંદડાં ખૂબ જ ઘાટાં લીલાં રંગનાં થયાં છે વગેરે વગેરે વાતો ગામમાં થયા કરતી, પરંતુ ઝિંગના કૂંડામાં વાવેલું બીજ છોડ બનવાનું તો બાજુમાં રહ્યું, એક નાનકડો કોંટો પણ નહોતું કાઢતું ! તો પણ ઝિંગ પૂરતી લગનથી એના કૂંડામાં પાણી સિંચ્યા કરતો.
વરસ પૂરું થયું. રાજાના મહેલમાં બધાને પોતપોતાના છોડ સાથે હાજર થવાનું ફરમાન બહાર પડી ગયું. રાજ્યનો દરેક યુવાન કાળજીપૂર્વક પોતાનાં કૂંડા અને છોડ સાથે મહેલના મેદાનમાં પહોંચી ગયો. પોતાનું ખાલી કૂંડું લઈને જવાની ઝિંગની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ એની માતાએ પરાણે એને ધકેલ્યો. એણે કહ્યું કે, ‘બેટા ! છોડ ન ઊગ્યો તો કાંઈ નહીં, તેં કાળજીપૂર્વક એને વાવ્યો તો છે ને ? આખું વરસ એને ધીરજપૂર્વક પાણી તો પીવડાવ્યું જ છે ને ? તો એ ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્ન માટે પણ જવું જ જોઈએ.’ માતાના આગ્રહને વશ થઈને ઝિંગ રાજમહેલના મેદાનમાં પહોંચ્યો. ત્યાંનું દશ્ય જોઈને એ દંગ રહી ગયો. બાકીના બધા યુવાનોના છોડવાઓને કારણે એ મેદાનમાં જાણે નાનકડું જંગલ ઊભું થઈ ગયું હોય તેવું લાગતું હતું. એ જોઈને ઝિંગને મનોમન બીક લાગી, કારણ કે આખા જ મેદાનમાં એનું એકનું કૂંડું જ સાવ ખાલી હતું. ધીમા પગલે એ પાછો હટવા માંડ્યો. મેદાનના છેડે પહોંચીને ત્યાંથી ગુપચુપ ઘરે ભાગી જવાનો એનો વિચાર હતો, પરંતુ એ મેદાનને છેવાડે પહોંચ્યો એ વખતે જ રાજા ત્યાં આવી પહોંચ્યો. એના કારણે ઝિંગ ભાગી ન શક્યો. એને ત્યાં જ અટકી જવું પડ્યું. ધડકતા હૃદયે એ સૌથી છેલ્લે છુપાઈને ઊભો રહી ગયો.
રાજાએ ધ્યાનથી દરેકના છોડને જોવાનું શરૂ કર્યું. રાજા છેલ્લે પહોંચ્યો. ઝિંગની ઈચ્છા નહોતી કે પોતાનું ખાલી કૂંડું રાજાની નજરે પડે. એણે પોતાનું કૂંડું સંતાડવાની કોશિશ કરી, પરંતુ રાજાનું ધ્યાન એના પર પડી ગયું. એણે ઝિંગનું કૂંડું ખાલી જોઈ એણે બરાબર પાણી પીવડાવ્યું હતું કે નહીં એવું પૂછ્યું. ઝિંગે બીતાં બીતાં હા પાડી. રાજાએ પાછા ફરતા સૈનિકોને આદેશ આપ્યો કે ઝિંગને આગળ મંચ પર લાવવામાં આવે. ઝિંગના મોતિયા મરી ગયા. છોડ ઉગાડવાની નિષ્ફળતાની હવે સજા મળશે એવો એને ધ્રાસ્કો પડ્યો, પરંતુ આ તો રાજાનું ફરમાન હતું એટલે પાલન કર્યા વિના પણ છૂટકો નહોતો. ચૂપચાપ, નીચી મૂંડીએ ઝિંગ બધાની આગળ મંચ પર પહોંચ્યો. રાજાએ એનું નામ પૂછ્યું. ઝિંગે પોતાનું નામ બતાવ્યું. એનું ખાલી કૂંડું જોઈને બધા હસતા હતા. રાજાએ બધાને શાંત રહેવા ઈશારો કર્યો. બધા શાંત થયા. એ જ વખતે છડીદારે છડી પોકારી, ‘બધા હોશિયાર ! તમારા નવા રાજા ઝિંગનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ !’
બધાને આંચકો લાગ્યો, અરે ! ખુદ ઝિંગને પણ અત્યંત નવાઈ લાગી. સભામાં ચણભણ થવા લાગી કે, ‘એનું કૂંડું તો સાવ ખાલી છે !’, ‘મારો છોડ તો સાડાચાર ફૂટનો છે, સૌથી ઊંચો !’, ‘મારો છોડ ચાર ફૂટનો છે, પરંતુ એનાં પાંદડાં તો જુઓ, એટલો ઘાટો લીલો રંગ છે કોઈના પાંદડાનો ?’ વગેરે, વગેરે !
રાજા સમજી ગયો. એણે બધાને શાંત રહેવાનો ઈશારો કરી કહ્યું : ‘આજથી બરાબર એક વરસ પહેલાં મેં તમને બધાને એક એક બીજ આપ્યું હતું. તમે સૌ એને વાવી, બરાબર કાળજી લઈ એક વરસ પછી આવજો એવું પણ કહ્યું હતું, પરંતુ રાજ્ય તરફથી આપવામાં આવેલાં એ બધાં જ બીજ શેકેલાં હતાં. શેકેલ બીજ ભલા કઈ રીતે ઊગી શકે ? તમારા બધાનાં કૂંડામાં તો મોટા ચાર ચાર ફૂટના છોડ બની ગયા છે ! ઝિંગ એક જ એવો પ્રામાણિક યુવાન છે જેણે ખાલી કૂંડું અહીં સુધી લાવવાની હિંમત દેખાડી છે. બાકીના તમે સૌએ રાજ્યના આપેલા બીજમાંથી થોડા દિવસમાં છોડ ન ઊગ્યો એટલે એવું જ બીજ ઘરમાંથી લઈને વાવી દીધું છે. ઝિંગ એક જ એવો યુવાન છે જે રાજ્યનું બીજ જેવું હતું એવું જ સાચવીને લાવ્યો છે. એની આ પ્રામાણિકતા અને હિંમત આપણા રાજ્યને ઘણી સમૃદ્ધિ અપાવશે. માટે તમે સૌ હવે ચૂપ થઈ જાઓ અને નમન કરો તમારા નવા સમ્રાટને !’
હાજર રહેલા દરેકને એમ કર્યા વગર હવે છૂટકો પણ નહોતો જ ! બધા એનું અભિવાદન કરતા નમીને ઊભા રહ્યા !

10 Home Care Tips

[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.

[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.

[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.

[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.

[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.

[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.

Friday, April 4, 2014

ધૂમ ખરીદી - dhoomkharidi.com

 
ધૂમ ખરીદી , તમે આ વેબ સાઈટ નું નામ સાંભળ્યું છે, ગુજરાતી પુસ્તક વાંચક આ પોસ્ટ જરૂર વાંચે


ધૂમ ખરીદી , આ નામ સાંભળી ને પેહલા તો થયું કે કોઈ ગુજરાતી બ્લોગ હશે, જે કાળક્રમે એના ચરમ શ્વાસ પર પહોચી જશે.

થોડા સમય બાદ http://www.dhoomkharidi.com ના સારા સારા review વાંચ્યા, અને એ સમય માં જ જામનગર માં મારા પિતાજી એ નવી બુક્સ ખરીદવી છે એવું કહ્યું,

હું એ સમયે જામનગર માં જ હતો (આમ હું ભારત બહાર રહું છું ), અને જામનગર ના ત્રણ ખ્યાતનામ પુસ્તક વિક્રેતા ઓ એ મને કહ્યું કે આ પુસ્તક તેમની પાસે નથી. એક નાના વિક્રેતા એ મને Stock ના હોવાનું સસ્તું બહાનું પણ આપ્યું, જે પુસ્તક હું શોધી રહ્યો હતો તે ગુજરાતી ની બેસ્ટ સેલર પુસ્તક માં ની એક છ્હે। અને નામ છે મેલુહા , નાગ્વંશ અને  વાયુપુત્રો ના શપથ.

થોડા સમય બાદ હું વતન થી પરત આવ્યો, અને http://www.dhoomkharidi.com પર આ ત્રણેય પુસ્તક નો સેટ discount માં જોયો, તુરંત જ વેબ સાઈટ પર register કરી અને Order કરી દીધો।

Order દીધા પછી મને એમ કે હું અઠવાડિયા પછી પૃછા કરીશ, બે રાત્રે પરવારી ને ઘરે (ભારત) ફોન કર્યો અને કહ્યું કે આ પુસ્તકો આવે તો જરા જો જો કે એનું Packing કેવું છે અને પુસ્તક કેવા છે. ત્યારે ખબર પડી કે પુસ્તક તો સવારે જ પહોચી ગયેલ છે. સુખદ આંચકો લાગ્યો। પછી હાલ માં જ ફરી જામનગર જવા નું થયું ત્યારે જાતેજ પુસ્તક ની condition વગેરે જોઈ. આજે મેં ફરી 8-10 પુસ્તક નો Order આપી દીધો,

ગુજરાતી પુસ્તકો ના વાંચક હજુ છે જ.  મારા જેવા અનેક વાંચકો અને તેમના પરિવાર જનો ને વાંચવા નો શોખ ગળથૂથીમાં થી જ મળતો હોય છે. આવા સર્વે મિત્રો ને વિનંતી કે એક વાર http://www.dhoomkharidi.comજોયી લેવી।

હવે તો http://www.dhoomkharidi.com માં Deal , સ્પાં અને બીજી ઘણી સુવિધા પણ મળે છે. ગુજરાત માં જ Manage થતી હોવાથી WhatsApp (+91 7405479678) પર 24 X 7 support પણ મળે છે.

સમસ્ત ગુજરાતી સમજે આ સુવિધા નો લાભ લેવો જોઈએ


Wednesday, April 2, 2014

Jamnagar : New Home for Amul

Jamnagar the jewel of Kathiawar, is a well known industry location across the world.

And soon Jamnagar will start contributing biggest Indian brand for India, Amul.

Yes, after consolidating the district milk union of Porbandar, Gujarat Co-operative Milk Marketing Federation (GCMMF) is all set to get Jamnagar under her wings.

In near future, Jamnagar milk union will be under its Amul brand.

Jamnagar's milk union was last for Amul, after this all the district dairy unions of Gujarat will be under the apex body of the GCMMF, covering all the regions of Gujarat.

Jamnagar district will become 19th member union of milk union.

Six dairy unions of Saurashtra and Kutch collectively procuring an average of 17 lakh litres milk per day.

Jamnagar is contributing 2 lakh litres milk per day in Jamnagar.

Saurashtra will register 15 to 20% of volume increment in next 10 years.

Wednesday, March 26, 2014

Home Care Tips

30 દિવસમાં તંદુરસ્તી' 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે :
===========================================

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ

એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે, ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.
અગત્યની હોમકેર ટીપ્સ જાણો અને અમલ કરો :
===========================

Saturday, March 22, 2014

100% યોગદાન

બહુ જ ઉમદા અને મજાની વાર્તા :
====================

એક છોકરો અને છોકરી ખુબ સારા મિત્રો હતા. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને એકબીજાની વસ્તુઓની આપ-લે કરતા. છોકરા પાસે રંગબેરંગી પથ્થરો હતા જે છોકરીને ખુબ ગમતા હતા અને છોકરી પાસે જુદા-જુદા પ્રકારની લખવાની પેનો હતી જે છોકરાને ખુબ ગમતી.

દિવાળીના તહેવાર પર બંને ભેગા થયા. છોકરા એ છોકરીને કહ્યુ , " તારી પાસે જે વિદેશી પેનો છે એ મને ખુબ ગમે છે તું મને તારી બધી જ પેનો આપી દે તો બદલામાં હું તને મારી પાસે છે એ બધા જ રંગબેરંગી પથ્થરો આપુ." છોકરીને તો આ જ જોઇતું હતુ એણે તો તરત જ હા પાડી દીધી.

ઘર પર જઇને છોકરાએ વિચાર્યુ કે મેં ભલે બધા જ પથ્થર આપવાનું કહ્યુ હોય પણ એને ક્યાં ખબર છે કે મારી પાસે કેટલા પથ્થર છે ?. થોડા પથ્થર હું મારી પાસે રાખુ અને બાકીના એને આપી દઉં. બીજા દિવસે બંને મળ્યા. છોકરીએ છોકરાને પોતાની પાસેની પેનો આપી અને બદલામાં મનગમતા પથ્થરો લીધા. બંને એકબીજાનો આભાર માનીને છુટા પડ્યા.

છોકરી તો આજે ખુબ આનંદમાં હતી એને જોઇતી વસ્તુ આજે એના હાથમાં હતી. રાત્રે એ ઘસઘસાટ ઉંઘી ગઇ. છોકરાને ઉંઘ આવતી નહોતી એ પડખા બદલી રહયો હતો અને વિચારતો હતો કે મેં થોડા પથ્થરો મારી પાસે રાખ્યા એમ છોકરીએ પણ થોડી પેન કદાચ પોતાની પાસે રાખી લીધી હશે. એણે પણ મારી સાથે છેતરપીંડી કરી હશે. આ વિચારમાં ને વિચારમાં એ ઉંઘી જ ન શક્યો.

બીજા દિવસે છોકરીને મળીને છોકરાએ પુછ્યુ , " ગઇકાલે તને ઉંઘ આવી હતી?" છોકરીએ જવાબ આપ્યો , " હાં બહુ સારી ઉંઘ આવી હતી." છોકરાએ છોકરીને બધી જ સાચી વાત કરી એટલે છોકરી એ કહ્યુ , " જો દોસ્ત , મારી પાસે જે હતુ તે મે 100% તને આપી દીધુ એટલે મને ઉંઘ આવી ગઇ અને તારી પાસે જે હતુ તેમાંથી તે થોડુ તારી પાસે રાખ્યુ એટલે તને મારા પ્રત્યે પણ શંકા જન્મી અને તું ઉંઘી ના શક્યો."

કોઇપણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય, જો તમારુ એ બાબતમાં 100% યોગદાન હશે તો તમે ઘસઘસાટ ઉંઘી શકશો નહિતર શંકાશિલ બનીને પડખા જ બદલ્યા કરશો.

Thursday, March 20, 2014

ભોજન સાથે સંબધિત આચાર

ભોજન સાથે સંબધિત આચાર

વર્તમાનમાં સંયુક્ત કુટુંબની પાયમાલી, આધુનિકતાનો પ્રભાવ અને ગતિમાન જીવનશૈલીને કારણે ભોજન સાથે સંબંધિત નિત્ય આચાર પોતે પાળવા અને તે આગામી પેઢી સુધી પહોંચાડવાનું લગભગ બંધ જ થયું છે. 'જેવો આહાર, તેવા વિચાર અને જેવા વિચાર, તેવું કર્મ', એમ કહેવામાં આવ્યું છે. તેથી આધ્યાત્મિક સંસ્કારોનું મૂળ પણ સાત્વિક આહારમાં ગૂંથાઇ ગયું છે. સદર લેખમાં જમવાના સંબંધમાં કેટલાક નિયમો, જમવાની વેળાઓ અને તેમનું મહત્વ આપી રહ્યા છીએ.

જમવાના સંબંધમાં કેટલાક નિયમો
૧. નહાવા પહેલાં જમવું નહી ઃ વિના સ્નાનેન ન ભુજ્જીત । અર્થ ઃ-  સ્નાન કર્યા સિવાય ભોજન ન કરવું. નહાવાથી દેહને શુચિર્ભૂતતાં પ્રાપ્ત થાય છે. શુચિર્ભૂત થવું, અર્થાત્ અંતર્બાહ્ય શુદ્ધ થવું. નામજપ કરતાં કરતાં નહાવાથી અંતર્બાહ્ય શુદ્ધિ સાધ્ય કરી શકાય છે. નામજપ કરવાથી આંતરશુદ્ધિ, જ્યારે નહાવાથી બાહ્યાશુદ્ધિ સાધ્ય કરવામાં આવે છે. નહાવા પહેલાં દેહ પરની રજતમયુક્ત મલિનતા તેમ જ હોવાથી આ મલિનતા સહિત ભોજન ન કરવું.
૨. જો અન્નનું પચન થયું હોય, તો જ જમવું ઃ
અ. પહેલાં સેવન કરેલું અન્ન પચી ગયા પછી એટલે જ કે, ભૂખ લાગ્યા પછી શુદ્ધ ઓડકાર આવ્યા પછી, શરીરને હળવું જણાયા પછી જમવું. જેથી અપચો ઇત્યાદિ રોગ થતાં નથી અને સપ્તધાતુ (રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર)ની યોગ્ય વૃદ્ધિ થાય છે.
આ. રાત્રિનું ભોજન બપોરની તુલનામાં હળવું હોવું જોઇએ. જો બપોરનું ભોજન પચ્યું ન હોય, તો રાત્રે થોડો હળવો આહાર લેવામાં વાંધો નથી. પણ રાત્રિનું ભોજન જો પચ્યું ન હોય, તો બપોરે જમવું નહી.
૩. મળ-મૂત્રનો આવેગ આવ્યા પછી ભોજન ન કરવું ઃ- કારણ કે આવા સમયે ભોજન કરવું તે આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ નથી.
૪. શૌચ જઇ આવ્યા પછી તરત જ ન જમવું ઃ અડધો કલાક રોકાવું, કારણ કે આવી રીતે થોભવું આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ છે.
૫. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના કાળમાં ભોજન ન કરવું ઃ
અ. આરોગ્યની દ્રષ્ટિએ ઃ ચંદ્ર અને સૂર્ય આ અન્નરસનું પોષણ કરનાર દેવતાઓ છે.  ગ્રહણકાળમાં તેમની શક્તિ ઘટતી હોવાથી તે કાળમાં ભોજન કરવાનું વર્જ્ય કહ્યું છે.
આ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઃ આધુનિક વિજ્ઞાાન ગ્રહણકાળનો વિચાર કેવળ સ્થૂળ, અર્થાત્ ભૌગોલિક સ્તર પર કરે છે પણ આપણા ઋષિમુનિઓએ ગ્રહણના સૂક્ષ્મ, અર્થાત્ આધ્યાત્મિક સ્તર પર થનારાં દુષ્પરિણામોનો વિચાર પણ કર્યો છે. ગ્રહણકાળમાં વાયુમંડળ રજ-તમયુક્ત  (ત્રાસદાયક) લહેરોથી ભારિત થયેલું હોય છે. તે કાળમાં વાયુમંડળમાં રોગજંતુઓ, તેમ જ અનિષ્ટ શક્તિનો પણ પ્રભાવ વધેલો હોય છે.  જો તે કાળમાં ખાવા, સૂવા જેવી કોઇપણ રજ- તમોગુણી કૃતિ કરીએ, તો તે માધ્યમ દ્વારા અનિષ્ઠ શક્તિઓનો આપણને ત્રાસ થઇ શકે છે. પરંતુ ગ્રહણકાળમાં નામજપ, સ્તોત્રપઠણ જેવી કૃતિઓ કરીએ તો આપણા ફરતે સંરક્ષણ- કવચ નિર્માણ થઇને ગ્રહણના અમંગળ પ્રભાવથી આપણું રક્ષણ થાય છે. 'સ્થૂળ વૈજ્ઞાાનિક બનાવો પાછળ પણ સૂક્ષ્મ એવું અધ્યાત્મશાસ્ત્ર છે.' એવું વિશદ કરનારો એકમેવ 'હિંદુ ધર્મ' છે!
૬. ગૃહસ્થ પતિ-પત્નીએ અન્યોએ જમી લીધા પછી જમવું ઃ  યજમાને પોતે જમવા પહેલા નાના બાળકો, વૃદ્ધ, સેવક (નોકર)ને ભોજન અને ગાય- ઢોરને ચારો- નીર આપ્યા છે કે નહી, તેની ખબર કાઢયા પછી જ, તેમજ જો કોઇ અતિથિ આવ્યા હોય, તો તેમની પણ ખબર કાઢીને પછી જ અતિથિ સાથે ભોજન કરવું, એવી પહેલાંની રૃઢિ હતી.
૭. અન્નગ્રહણ કરવા પહેલાં દેવતાને નૈવેદ ધરવો, ગાયને ગોગ્રાસ આપવો અને પિતરોને કાકબળી મૂકવો, આમ કરવાથી દેવઋણ અને પિતરઋણ ચૂકતે થવું ઃ પહેલાંના કાળમાં સર્વ રસોઇ સિદ્ધ કરી લીધા પછી દેવતાને નૈવેદ ધરીને, ગાયને ગોગ્રાસ અને પિતરોને આંગણામાં કાકબળી મૂકીને પછી જ અન્નગ્રહણ કરવામાં આવતું હોવાથી પ્રત્યેક જીવના હસ્તે પ્રતિદિન દેવતા, પિતર, તેમ જ અનિષ્ટ શક્તિઓની ક્ષુધા શાંત કરવામાં આવીને દેવઋણ અને પિતૃઋણ ચૂકતે કરવામાં આવતાં હતા.
૮. અન્નગ્રહણ કરવા પહેલાં મૂળ પુરુષને પણ નૈવેદ ધરવાથી તેમની સહાયતા મળવી ઃ જેના દ્વારા એકાદ પેઢીનો આરંભ થયો હોય છે. એવા પુરુષને તે પેઢીના મૂળ પુરુષ તરીકે ગણવામાં આવે છે. મૂળ પુરુષનું સ્મરણ કરીને તેમને પણ નૈવેદ ધરવો જોઇએ.તેમને નૈવેદ ચડાવવાથી તેઓ પણ તૃપ્ત થઇને આપણને સહાયતા કરે છે.
૯. અન્નગ્રહણ કરવા પહેલા દેવ, ઋષિ, માનવી, પિત્તર અને ઘરમાંના ભગવાનને તૃપ્ત કરવાથી તેમની પાસેથી આશીર્વાદ મળવા ઃ 'ગૃહસ્થ પતિ- પત્નીએ દેવ, ઋષિ, માનવી, પિતર અને ઘરમાંના ભગવાનની (કુળાચાર પ્રમાણે જે દેવતા હોય તેની) સાથે સંબંધિત હોય તેવા બધા જ  ધર્મકૃત્યો કરવા. તેમને અન્ન આપીને તૃપ્ત કરવા. પછી વધેલું અન્ન પોતે ખાવું. તેમ કરવાથી બ્રહ્માંડમાં રહેલી ઇચ્છાલહેરો, ક્રિયાલહેરો અને જ્ઞાાનલહેરોના સ્તર પર આશીર્વાદ મળે છે.
અ. પિતર અને માનવી (ઇચ્છા લહેરોનાં રૃપમાં આશીર્વાદ યશ) ઃ
ઇચ્છાલહેરોનાં રૃપમાં પિતરો પાસેથી, તેમ જ માનવી દ્વારા મળનારો આશીર્વાદ કૃતિના સ્તર પર જીવને યશ મેળવી આપવા માટે કારણીભૂત થાય છે.
આ. ઘરના દેવતા (ક્રિયાલહેરોનાં રૃપમાં આશીર્વાદ, કર્મ અંતર્ગત સહાયતા) ઃ
ક્રિયાલહેરોના રૃપમાં મળનારા ઘરના ભગવાનના આશીર્વાદ જીવને તેના કર્મ અંતર્ગત સહાયતા કરે છે.
ઇ. દેવ અને ઋષિ (જ્ઞાાનલહેરોના રૃપમાં આશીર્વાદ, કર્મ અકર્મ થવું) ઃ
જ્ઞાાનલહેરોનાં રૃપમાં  દેવ અને ઋષિ પાસેથી મળનારા આશીર્વાદ જીવનું પ્રત્યેક કર્મ અકર્મ બનાવતાં હોવાથી તે એક દિવસ સર્વ ઋણમાંથી મુક્ત થાય છે.
જમી લીધા પછી કેટલાક કેટલાક રહીને ખાવું ? બપોરે જો ભારે જમણ થયું હોય, તો તે રાત્રે ન જમવું. સર્વસામાન્ય રીતે મોટા માણસોએ જમી લીધા પછી ત્રણ કલાક તોયે કાંઇ જ ન ખાવું, તેમ જ શ્રમિકોએ ૬ કલાક કરતાં વધારે સમય સુધી કાંઇ ખાધા સિવાય રહેવું નહી..

ભોજનની વેળાઓ ૧. દિવસમાં બને ત્યા સુધી બે વાર જ જમવું. ભોજનની વેળાઓ નિશ્ચિત કરેલી હોવી જોઇએ.
૨. સૂર્યાસ્ત પછી ૩ કલાકમાં જમવું. સૂર્યોદય અને સૂર્યાસ્ત, તેમ જ બપોરે બાર વાગે અને રાત્રે બાર વાગે જમવું નહી.
૩. બને ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યા સુધી સવારનું અને રાત્રે ૯ વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન કરવું બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી આકરો તાપ હોય છે. આ કાળમાં ભોજન કરવાથી ત્યારે જઠરાગ્નિ ઘણો પ્રદીપ્ત થવાથી શારીરિક ત્રાસ થવાની શક્યતા હોય છે. તેમજ રાત્રે ૯ વાગ્યા પછી વાતાવરણમાં અનિષ્ઠ શક્તિઓનો સંચાર વધે છે. આ કાળમાં ભોજન કરવાથી અન્ન પર અનિષ્ટ શક્તિઓનું આક્રમણ (હુમલો) થવાની શક્યતા વધે છે. અનિષ્ટ શક્તિઓનું આક્રમણ  થયેલું અન્ન ગ્રહણ કરવાથી અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થવાની શક્યતા હોય છે.
સવારના અને રાત્રિના ભોજનનું મહત્વ  ઃ સવારનું ભોજન જીવન માટે (દિનચર્યા માટે) આવશ્યક એવી ક્રિયાલહેરો પૂરી પાડે છે. (કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડે છે.) અને રાત્રિનું જમણ રાત્રિના કાળમાં વધી રહેલા રજ-તમ સામે લઢવા માટે ઊર્જાલહેરો પૂરી પાડે છે. તેમ જ જમવાથી પ્રાણ પર આવરણ આવવાનું ટળે છે. કારણ કે અન્ન પ્રાણને ચૈતન્ય પૂરું પાડવાનું કાર્ય કરે છે.
સમય પર ભોજન ન કરવાથી થનારાં તોટા ઃ શરીર અને મનનો એકબીજા સાથે સંબંધ છે. શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય આ એકબીજાને પૂરક પણ હોય છે. સમય પર ન જમવાથી શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય બગડી શકે છે, તેમ જ આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ બગડે છે.
૧. 'સમય પર ન જમવાથી શરીર સ્વાસ્થ્ય બગડે છે.
૨. જ્યાં સુધી આપણે જમતાં નથી અથવા પાણી પીતાં નથી, ત્યાં સુધી આપણાં મનમાં 'મારે જમવાનું છે, પાણી પીવાનું છે', એવા વિચારો સાતત્યથી અંકિત થતાં હોવાથી મનની શક્તિ અમસ્તી જ વેડફાય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પરના તોટા. ૧. યોગ્ય સમયે અન્ન ગ્રહણ ન કરવાથી પેટમાં નિર્માણ થનારા પોલાણમાં અનિષ્ટ શક્તિઓને વધારે પ્રમાણમાં કાળી શક્તિ સંઘરી રાખવાનું સહેલું પડે છે. તેના પરિણામ તરીકે વ્યક્તિને અપચો થવો, પેટના વિકાર, સંધિવાત ઇત્યાદિ વ્યાધિ થાય છે. ૨.જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઇએ તેટલો પૂરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઇને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે. સ્થૂળદેહની નબળાઇ વધીને મનનું કાર્ય પણ વ્યવસ્થિત થતું નથી. આ સર્વેનું પરિણામ શરીરની કાર્યક્ષમતા પર થાય છે.  ૩. પહેલાના યુગમાં વાતાવરણ ઘણું સાત્વિક હોવાથી વાતાવરણમાં રહેલા રજ-તમ સામે લઢવા માટે આવશ્યક એવી શરીરની ઊર્જા બચી જતી હતી. સતત સાધના કરવાથી શરીરમાં રહેલું રજ-તમનું પ્રમાણ પણ અલ્પ થઇને દેહ સાત્ત્વિક થતો હતો. તેથી શરીરમાં સારો વાયુ કાર્યાન્વિત થવાથી શરીરમાં રહેલી પેશીઓનું આપમેળે જ પોષણ પણ થતું હતું.
આ રીતે જો અન્નસેવન પાછળનું શાસ્ત્ર એકવાર ધ્યાનમાં આવે, તો ઘરે જ નહી, જ્યારે બહાર અન્ય ઠેકાણે પણ અન્ન ગ્રહણ કરવાની વારી આવે, છતાં પણ અચારોનું પાલન કરીને 'અન્ન એ બ્રહ્મસ્વરૃપ છે.' એમ માની લઇને તે 'ભગવાનના પ્રસાદ' તરીકે પ્રાર્થના અને નામજપ કરતાં કરતાં ગ્રહણ કરવાથી તે પવિત્ર યજ્ઞાકર્મ જ બને છે. એમ કરવું, આ સાધના જ છે.

Tuesday, March 18, 2014

Jokes

પત્ની : 'કહું છું સાંભળો છો ?'
પતિ : 'હં…..'
પત્ની : 'અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….'
પતિ : 'પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!'
******
છગન (ડોક્ટર સાહેબને) : 'મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?'
ડૉક્ટર : 'દસ હજાર.'
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : 'છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.'
છગન : 'સાહેબ 100 રૂ.માં પતી ગયું.'
ડૉક્ટર : 'કેવી રીતે ?'
છગન : 'મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !'
******
છોકરી : 'તું મને પ્રેમ કરે છે ?'
છોકરો : 'હા, વહાલી.'
છોકરી : 'તું મારા માટે મરી શકે ?'
છોકરો : 'ના, હું અમરપ્રેમી છું.'
******
રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : 'તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?'
શ્યામુ : 'માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….'
******
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે 'હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.'
વીરુ : 'એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.'
******
દાંતના ડૉકટર : 'તમારો દાંત કાઢી નાખવો પડશે.'
દર્દી : 'કેટલા પૈસા થશે ?'
ડૉક્ટર : 'પાંચ સો રૂપિયા.'
દર્દી : 'આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….'
******
મોન્ટુ : 'જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?'
પિન્ટુ : 'કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.'
******
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : 'આવું કેવી રીતે થયું ?'
મોન્ટુ : 'મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…'
******
ટીના : 'અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!'
મીના : 'હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, "બચાવો…બચાવો…."'
******
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
'ઓકે, ખરીદી લે….'
******
પેસેન્જર : 'જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?'
સ્ટેશન માસ્તર : 'બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?'
******
બૉસ : 'અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.'
ઉમેદવાર : 'તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…'
******
માલિક : 'આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.'
નોકર : 'ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….'
******
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : 'ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….'
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : 'હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….'
******
શિક્ષક : 'દિલ્હીમાં કુતુબ મિનાર છે.'
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
'મેં હમણાં શું કહ્યું ?'
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : 'દિલ્હીમાં કુત્તા બીમાર છે.'
******
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : 'તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?'
મચ્છર : 'શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!'
******
યુવતી : 'કાલે મારો બર્થ-ડે છે.'
યુવક : 'એડવાન્સમાં હેપી બર્થ-ડે.'
યુવતી : 'શું ગિફ્ટ આપીશ ?'
યુવક : 'શું જોઈએ ?'
યુવતી : 'રિંગ.'
યુવક : 'રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.'
******
પિંકી : 'પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.'
બિટ્ટુ : 'અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?'
પિંકી : 'એ આપણો દીકરો લાવ્યો છે…!'
******
સંતા : 'આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?'
બંતા : 'જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?'
******
યુવતી : 'જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.'
યુવક : 'ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો !'
******
'તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?'
'પાણીમાં… બીજે ક્યાં ?'
******
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
'એક કૉફી કેટલાની છે ?'
'પચાસ રૂપિયાની…..'
'આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….'
વેઈટર : 'એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !'
******

Friday, March 14, 2014

આજીનોમોટો - આડઅસર

રીસેપ્શનની સીઝન ચાઈનીઝ અને આજીનો મોટો :

કમુરતા પછી ધોધમાર વરસાદ વચ્ચે પરણતા ગુજ્જુ વરરાજાઓનો શ્રાવણીયા તડકાની જેમ ઉઘાડ નીકળ્યો છે. કંકોત્રી મળે ને અંગત હોય એટલે જમવા તો જવું જ પડે. ને જમવામાં પહેલું જ કાઉન્ટર હોય સૂપ નું. આખી જિંદગી વિસનગર થી આગળના ગયો હોય ને ભાયડા એ રાખ્યો હોય hot and sour સૂપ.

ડબ્બલ સીઝનમાં આ સૂપ તમને ડોક્ટરના પગથીયા ઘસતા કરી દે એમાં ભૂલ નઈ...ભૂખ લગાડવાનું કામ કરનાર સૂપમાં સફેદ રંગનો ચમકતો દેખાતો મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે આજીનોમોટો નાખવામાં આવે છે.

જે એક સોડિયમ સૉલ્ટ છે. જો તમે ચાઇનીઝ ડિશના દીવાના છો તો તેમાં તમને આજીનોમોટો અચૂક મળશે કારણ કે તેનો ઉપયોગ એક મસાલા તરીકે થાય છે. પણ કદાચ જ તમને ખબર હશે કે ભોજનનો સ્વાદ વધારનાર આ મસાલો સ્વાસ્થ્ય માટે બહુ ખતરનાક હોય છે.

જાણીએ તેની આડઅસર વિષે :
==================

1. આજીનોમોટોના સેવનથી માથાનો દુખાવો, પરસેવો વળવો અને ચક્કર આવવા જેવી જોખમી બીમારીઓ થઇ શકે છે. જો તમે તેના આદી થઇ ચૂક્યા છો અને ખાવામાં તેનો પુષ્કળ પ્રયોગ કરો છો તેનાથી તમારું બ્રેન ડેમેજ થઇ શકે છે.

2. તે ખાવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાઇ શકે છે, ચહેરા પર સોજો આવી શકે છે અને ત્વચામાં ખેંચાણ અનુભવાય છે.

3. તેના વધારે પડતા પ્રયોગથી ધીમે-ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને આળસનો જન્મ થાય છે. તેનાથી શરદી-તાવ અને થાકનો પણ અહેસાસ થવા લાગે છે. તેમાં રહેલ એસિડ સામગ્રીઓને કારણે તે પેટ અને ગળામાં બળતરા સર્જી શકે છે.

4. પેટના નીચેના ભાગમાં પીડા, ઉલ્ટી થવી અને ડાયેરિયા વગેરે
તેના કેટલાંક દુષ્પ્રભાવો છે.

5. આજીનોમોટ તમારા પગના સ્નાયુઓ અને ઘૂંટણમાં દર્દ પેદા કરે છે. તે હાડકાને નબળા બનાવે છે અને શરીર દ્વારા જેટલું કેલ્શિયમ લેવામાં આવ્યું હોય તેને ઓછું કરી દે છે.

6. બ્લડ પ્રેશરની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોએ તો આનું સેવન
કરવું જ ન જોઇએ કારણ કે તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી-
ઘટી જાય છે.

7. વ્યક્તિઓને આનાથી માઇગ્રેન જેવી માથાની ભયાનક બીમારી પણ થઇ શકે છે. જો તમારા માથામાં દર્દ થતો હોય તો તુરંત જ તે ખાવાનું બંધ કરી દો.

Friday, February 28, 2014

મુખ ની દુર્ગંધ

મુખ ની દુર્ગંધ નાં મુખ્ય કારણૉ અને તેના ઉપચાર
આપણે જાણીએ છીએ કે 'મુખમાંથી દુર્ગંધ આવવી' એ એક એવી વિકૃતિ છે કે, જેનું વ્યક્તિને સ્વયં જ્ઞાન નથી હોતું, પરંતુ તેની પાસે બેસનાર અથવા તેની સાથે વાતચીત કરનાર વ્યક્તિને તેની અનુભૂતિ તરત જ થઈ જાય છે. મુખ દુર્ગંધથી પીડાતી વ્યક્તિ સાથે વાતચીત કરતી બીજી કોઈ પણ વ્યક્તિને અત્યંત ખરાબ અનુભવ થાય છે. પતિ-પત્નીમાં પણ આ વિકૃતથી જો કોઈ પણ એક પીડિત હોય તો નિશ્ચિતરૂપે તેમની વચ્ચેના પ્રેમમાં ઊણપ આવે છે.

કારણો :

મુખમાંથી દુર્ગંધ આવવાનાં ઘણાં કારણો હોય છે. સૌથી મહત્ત્વનું કારણ છે, અસ્વચ્છતા. મુખની અસ્વચ્છતાના કારણે મુખમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે જે મુખ દુર્ગંધનું કારણ બને છે. દાંત ઉપર જામેલો મેલ, દાંતની કુદરતી ચમકને નુકસાન પહોંચાડવાની સાથે પેઢા, મસૂડાને પણ કમજોર બનાવે છે અને આ કમજોર પેઢા જીવાણુઓનું ઘર બને છે. ભોજન કર્યા પછી મુખને બરાબર સ્વચ્છ ન કરવાથી આહારના સૂક્ષ્મ કણો તેમાં ભરાઈ રહે છે અને તેના સડવાથી પણ દુર્ગંધ ઉત્પન્ન થાય છે. આ સિવાય કબજિયાત, પાચનતંત્રની ગરબડ, રક્તની દુષ્ટિ, મુખ, ગળા અને નાકના રોગો વગેરેના કારણે પણ આ વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે.

ઉપચાર :

* મુખ અને શ્વાસમાં દુર્ગંધ આવી રહી છે એવું જણાય ત્યારે સૌ પ્રથમ તેની પાછળનાં મૂળ કારણને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ કારણને શોધીને તેને દૂર કરવાથી મુખ દુર્ગંધ સરળતાથી દૂર થઈ શકે છે. જો કારણ ન મળતું હોય તો યથાશક્ય મુખ, દાંત, જીભ, અન્નમાર્ગને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.

* મુખને સ્વચ્છ રાખવા માટે સવારે ઊઠયા બાદ સ્વચ્છ પાણીથી વારંવાર મુખ સાફ કરવું જોઈએ. દાંતોને દૃઢ રાખવા માટે પાણીમાં સિંધાલૂણ મેળવીને કોગળા કરવા જોઈએ. જો દાંત ઉપર મેલ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે સ્વચ્છ પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી તેનાથી મુખશુદ્ધિ કરવી જોઈએ. લીંબુની ખટાશથી દાંત પરનો મેલ સરળતાથી દૂર થઈ જાય છે.

* જો દાંત કમજોર હોય અને હલતા હોય તો સરસવના તેલમાં થોડું નમક મેળવીને આ દ્રવને થોડો સમય મુખમાં ભરી રાખી, કાઢી નાખવું. આ રીતે દરરોજ કરવાથી દાંતોના અનેક પ્રકારના રોગોમાં લાભ થાય છે. દાંત ચમકદાર બને છે તથા મુખની દુર્ગંધ ઓછી થાય છે. આ રીતે મુખને સ્વચ્છ કર્યા પછી દાતણ, દંતમંજન વગેરેથી મુખને સાફ કરવું જોઈએ.

* જો મુખ દુર્ગંધનું મુખ્ય કારણ આંતરડાં કે પેટની ગરબડ હોય તો હંમેશાં સાદો, સરળ અને સંતુલિત આહાર લેવો. કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડા થોડા સમયે હળવો રેચ-જુલાબ લઈ પેટ સાફ રાખવું.

* મુખ દુર્ગંધની અધિકતા હોય તો અજમો અને નાગર મોથનું સરખા ભાગે બનાવેલું અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે થોડા દિવસ લેવું.

* શાહ જીરું આશરે પાંચ ગ્રામ જેટલું થોડા દિવસ નિયમિત લેવાથી પણ મુખ દુર્ગંધનો નાશ થાય છે.

* જેઠી મધ અથવા નાની એલચી અથવા લવિંગ ચાવતા રહેવાથી મુખની દુર્ગંધ દૂર થાય.

* એક ચમચી જેટલી હળદર નવશેકા પાણીમાં મેળવીને તેનાથી મુખશુદ્ધિ કરવાથી દાંતોમાં સડો અને જીવાણુઓના કારણે ઉત્પન્ન થતી દુર્ગંધનો નાશ થાય છે.

અહીં આપવામાં આવેલા આ સરળ ઉપચારો નિયમિત કરવાથી મુખ દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. જો કોઈ પણ કારણથી મુખ દુર્ગંધ દૂર ન થતી હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

Tuesday, February 25, 2014

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon: Reliance Industry's Telecom division, Reliance JIO (RJIL) is all sat for launch of its 4G services by September. Reliance JIO will ...

Wednesday, February 19, 2014

એક વળગણ, એક હું,

આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

સહેલ

Monday, February 17, 2014

YHAI - 2014 Programmes

Forthcoming Adventure Programmes - 2014
Experience Adventure with YHAI
National Himalayan Trekking Expedition- Sar Pass
11 Days Trek, (May-June) Join @ Rs.3950 per member
National Himalayan Trekking Expedition- Chanderkhani Pass (New Route)
10 Days Trek, (April-May) Join @ Rs.3800 per member
National Heritage Trek-2014 , J&K
7 Days Trek, (May) Join @ Rs.4500 per member
 National Himalayan Nature Study cum Trekking Expedition- Dobhi
8 Days, (April-May) Join @ Rs.3000 per member
National Himalayan Nature Study cum Trekking Expedition- Dalhousie
6 Days, (April-May) Join @ Rs.3000 per member
National Family Camping - 2014
4 Nights/ 5 Days (April-June) Join @ Rs.4200 per family
 National Himalayan Mountain Biking Expedition- Jalori Pass
8 Days, (April-June) Join @ Rs.3000 per member
Apply Online

Log on to www.yhaindia.org for online booking of −
  • Trekking Programmes,
  • Membership
  • Youth Hostel Booking (India & abroad)

જિંદગી અને તમે !

જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[]  જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.
[] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ
.
 

Friday, February 14, 2014

આજના તરુણોની દુનિયા

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

સોક્રેટિસે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં લખેલું, 'આજના જુવાનિયાઓ કેવળ મજા જ કરી જાણે છે. એમની વર્તણૂકનાં ઠેકાણાં નથી હોતાં. એ મોટેરાઓને માન આપતા શીખ્યાં નથી. એમને કેવળ વાતોનાં વડાં જ કરતાં આવડે છે. એમને એમની જવાબદારીઓનું કંઈ જ ભાન હોતું નથી. એમનો વડીલો સાથેનો વ્યવહાર ઉદ્ધતાઈથી ભરેલો હોય છે. એમને કેવળ ખાણીપીણી અને ઉજવણીઓમાં જ રસ હોય છે. દરેક જુવાન એના માબાપ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.'
આજે સમય બદલાયો છે, પણ લાગે છે કે આજના યુવાનોને પણ આ વર્ણન એટલું જ લાગુ પાડી શકાય છે. સૈકાઓ પછી પરિસ્થિતિમાં કંઈ ખાસ ફેરફાર થયેલો જણાતો નથી. આજે પણ તરુણો અને યુવાનો એમના માબાપને તોબા પોકરાવતા જ હોય છે. જો કે સદીઓ અને વર્ષોના વીતવા છતાં યુવાનો ભલે ન બદલાયા હોય, એવા ને એવા જ રહ્યા હોય, એક વાત નક્કી છે કે લોકો જે દુનિયામાં રહે છે એ એવી ને એવી રહી નથી.
એમાં ઘણો બદલાવ આવ્યો છે.
તરુણ વયનાં સંતાન સાથે કંઈ વાધો પડે તો તરત જ આપણે આપાણા જૂના દિવસોને યાદ કરીએ છીએ. દરેક માબાપના મોઢે એક કથન તો અચૂક જ સાંભળવા મળે છે કે, 'અમે તમારી ઉંમરના હતા ત્યારે સાવ આવા નહોતા. અમારો જમાનો પણ તમારા કરતાં જૂદો હતો.' પણ હકીકત એ છે કે સમય આપણો જૂદો નહોતો, એમનો સમય બદલાયો છે. માબાપ તરીકે આપણે આપણા તરુણ અને યુવાન સંતાનોના સમયનું સાચું મૂલ્યાંકન કરતા નથી અને એમને ખોટેખોટો દોષ આપીએ છીએ. આજની પેઢી ઘણા પડકારોનો સામનો કરી રહી છે. જે સાનુકૂળતાઓ વચ્ચે ગઈ સદીના પચાસ, સાઠ અને સિતેરના દાયકાની પેઢીઓનો ઉછેર થયો છે. એ આજની નવી પેઢીના નસીબમાં નથી.
કુટુંબ જીવનનું બદલાયેલું કલેવર
અગાઉ આપણને સંયુકત કુટુંબની ભાવના અને છત્રછાયામાં ઊછેરવાનો મોકો મળેલો. આપણું કુટુંબજીવન હુંફાળું અને આત્મીયતાથી ભરેલું હતું. વારતહેવારોએ અને કૌટુંબિક પ્રસંગોએ આપણને સૌને મળવાનો અને એકઠા થવાનો મોકો મળતો. ત્યારનો વાહનવ્યવહાર આટલો સુગમ નહોતો. છતાં આપણા સંબંધીઓ એટલા નજીકના અંતરે રહેતા કે કૌટુંબિક મેળાવડાઓ ઘરમાં ભીડભાડ અને ધમાચકડીથી યાદગાર બની જતા. આપણા વડીલો સાચા અર્થમાં પ્રેમાળ હતા. દાદા કે દાદીની વહાલની બચીઓ આપણા ગાલમાં ગલગલિયાં પેદા કરતી. એક છત નીચે રહેનારું અને એક રસોડે જમનારું કુટુંબ તો વિશાળ હતું જ, ઉપરાંત મામા, માસી, કાકા, ફોઈ એ સઘળાં પણ આપણાથી ઘણે છેટે રહેતા હોવા છતાં એમની હૂંફનો આપણને સતત અનુભવ થતો. આપણુ આખેઆખું વેકેશન ઘણા રંગેચંગે મોસાળમાં વીતતું.
કમનસીબ આજે સંયુકત કુટુંબની ભાવના મરી પરવારી છે. કુટુંબમાં અંદરોઅંદરના સંબંધો પાંખા અને સ્પર્ધાત્મક બની ગયા છે. દાદાદાદી ખોવાઈ ગયા છે. વાહનવ્યવહારની અને સંદેશવ્યવહારની સુવિધાઓ જરૂર વધી છે, પણ લોકોની વચ્ચેનાં ભૌગોલિક અંતરો એટલાં બધાં વધી ગયાં છે કે કુટુંબના લગ્નપ્રસંગમાં ઘરે ઘરેથી માંડ એકાદ જણ જ હાજરી આપી શકે છે. પ્રસંગોની ઝાકઝમાળ અને તેના ખર્ચાઓ જરૂર વધ્યા છે. પણ તેમાં હાજરી આપનાર દરેક જણ માત્ર ઔપચારિકતા જ નિભાવતો હોય છે. સંબંધોમાંથી હૂંફ અને આત્મીયતા કયારનાય વિદાય લઈ ચૂકયા છે.
આજના માબાપને વિભકત કુટુંબમાં એકલા હાથે બાળક ઉછેરવું પડે છે. માતા પણ વ્યવસાયી બની ચૂકી છે. બાળકના ઉછેરના પડકારો વધ્યા છે, સામે પક્ષે માબાપને એમના બાળઉછેરના કામમાં વડીલોનું માર્ગદર્શન મળતું બંધ થઈ ગયું છે. પરિણામે આજની નવી પેઢીનો કૌટુંબિક અને સામાજિક આધાર તૂટી ગયો છે. એમને ટી.વી.નાં પાત્રોનો જેટલો પરિચય છે એટલો પોતાના પાડોશીઓનો રહ્યો નથી. સોસાયટી ક્લ્ચરના આજના સમયનું ડહાપણ એવું શીખવાડે છે કે કોઈએ કોઈના કામમાં માથું મારવું જોઈએ નહીં. પરિણામે તમારા કુટુંબની આપતિના સમયે તમારો પડખે આવીને ઊભો રહેતો નથી. કુટુંબને તોડી નાખનારી કોઈ સમસ્યા ખડી થાય તો પડોશીને એની ગંધ સુદ્ધાં આવતી નથી.
સોસાયટીઓનાં મોંઘાંદાટ મકાનોમાં પડોશીઓથી વિખૂટૂં પડેલું આપણું સંતાન ટી.વી અને નેટની સોશ્યલ સાઈટ્સનો સંગાથ શોધે એમાં કશી નવાઈ નથી. એ વાસ્તવિક સંબંધોને છોડીને કાલ્પનિક સંબંધોને રાચતું થઈ ગયું છે. પરિણામે સમાજશાસ્ત્રીઓના મતે આજે સુખસુવિધાઓ અને ભૌતિક સંપતિ જરૂર વધ્યા છે, પણ આજનો માનવી સંબંધોની દરિદ્રતા વચ્ચે જીવતો થયો છે. આજની યુવાન પેઢી માબાપ, કુટુંબીજનો, કૌટુંબિક પરંપરાઓ, સંસ્કૃતિ, શાળા, સંસ્થાઓ અને દુનિયાથી સાવ અલગ અને એકલી પડીને જીવતી થઈ ગઈ છે. એનો સામાજિક આધાર તૂટી ગયો છે. એના માબાપ એકલા પડી ગયા છે.
મમ્મી-પપ્પા એમની નોકરી વ્યવસાયમાં વ્યસ્ત છે. પડોશીઓ એમના માટે અજાણ્યા બની ચૂકયા છે. સગાંસંબંધીઓ સઘળા દૂર દૂર વસે છે. પરિણામે આજનો યુવાન મિત્રોની સંગતમાં વધારે સમય ગાળતો થયો છે. એ પોતાના સઘળા નિર્ણયો જાતે જ લેતો થઈ ગયો છે. ગર્લ ફ્રેન્ડ, ઘરનો બેડરૂમ, સેકસ, પપ્પાની કાર અને શરાબ એને હાથવગાં થઈ ગયાં છે. એ સારું કામ કરે કે ખરાબ, કોઈને એની ગંધ સરખી આવતી નથી. એનો સમય આપણા સમય કરતાં ઘણો બદલાઈ ચૂકયો છે !
બાળકો હવે પહેલાં જેવાં નિર્દોષ રહ્યાં નથી !
આપણે માહિતી વિસ્ફોટના સમયમાં જીવી રહ્યા છીએ. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ચકાચૌંધ વિકાસે આજની પેઢીને પર્સનલ કોમ્પ્યુટર, સેલફોન, ફેકસ મશીન, ઇમેલ અને ઇન્ટનેટની ભેટ ધરી છે. આપણા કરતાં આ પેઢી અનેકગણી સ્માર્ટ અને માહિતીપ્રચૂર બની ગઈ છે. ટી.વી.એ આખી દુનિયાને આપણા દિવાનખાનામાં આણી દીઘી છે. દુનિયાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓને આજનો યુવાન કંઈક અજાયબ કુતૂહલથી જુએ છે. ટી.વી. ના કાર્યક્રમો વર્તન વ્યવહાર, સંસ્કૃતિ અને પરંપરાગત સંસ્કારોના સિમાડા ઓળંગી ચૂકયા છે.
આજે નૈતિકતાની વ્યાખ્યા અસ્પષ્ટ અને અસંબદ્ધ બની ગઈ છે. ટી.વી.માં આવતા કાર્યક્ર્મો જુઓ એટલે આજના જમાનાની તાસીર આપણા ધ્યાનમાં આવે ! એની ભાષા દ્વિઅર્થી અને ગલગલિયાં કરાવે તેવી હોય છે. બિભત્સતા, સેકસ, હિંસા, એડલ્ટથીમ, કૌટંબિક વિખવાદો, ક્ષણજીવી લગ્નસંબંધો, લગ્નેતર સંબંધો વગેરે સઘળા ટી.વી. કાર્યક્રમોમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. આપણાં સંતાનો આ બધું જુએ છે અને અપનાવે છે. એક જમાનો હતો કે જયારે ઘરનો વડીલ વર્ગ બાળકો અને કિશોરોનું દુનિયાની બુરાઈઓથી રક્ષણ કરતો.
બળાત્કાર, ચોરી, લૂંટફાટ, અપહરણ, આત્મહત્યા, બિભત્સ ઘટનાઓ, રાજકીય કૌભાંડો, સામૂહિક હત્યાઓ વગેરેના સમાચારો બાળકોના કાને ભૂલથી પણ પડવા દેવામાં આવતા નહી. બાળકો સુરક્ષિત અને તણાવમુકત મનોવિશ્વમાં જીવતાં. આજે હવે માબાપ પાસે એટલો સમય અને તકેદારી રહ્યા નથી. ટી.વી.ની ચેનલો અને છાપાંઓ નાના અમથા સમાચારોને વાતનું વતેસર કરીને પીરસતાં હોય છે. બાળકો આ બધું જુએ છે. બળાત્કાર, ખૂન, સામૂહિક હત્યાકાંડોના સમાચારોનો અતિરેક બાળમાનસને કેવો આઘાત આપી શકે છે. એની કોઈ ચિંતા કરતું નથી
ટી.વી.ની દ્રશ્ય-શ્રાવ્ય અસર બાળકને પ્રત્યેક દુર્ઘટનાનો સાક્ષી બનાવી દે છે. એને એવું લાગે છે કે જાણે આ સઘળું એની સાથે જ અથવા એની આસપાસ બની ચૂકયું છે અથવા બની રહ્યું છે ! જે ઘટનાઓને એ જુએ છે એનો એ પોતાને શિકાર થતો કલ્પે છે. પરિણામે એ તાણમાં જીવતું થઈ જાય છે એની આપણને પરવા સરખી નથી. સમાચારોનો આટઆટલો અતિરેક ન હોય ! પણ આપણે બધાં આચારસંહિતા ખોઈને જીવીએ છીએ. એની માઠી અસર આજની પેઢીને ભોગવવી પડે છે. આવા સમયમાં અને જગતમાં બાળકો નિર્દોષ શી રીતે રહી શકે ? કેમ કે એમની દુનિયા બદલાઈ ચૂકી છે.
બાળકો જેમને પોતાના આદર્શ બનાવી શકે એવાં પાત્રો જાહેરજીવનમાંથી વિદાય લઈ ચૂકયાં છે
ગાંધીજીએ વિદાય લીધી પછીના લગભગ ત્રણેક દસકા સુધી આપણો દેશ આદર્શ નેતાગીરી, ઉતમ ચારિત્ર્યવાન મહાપુરુષો, લેખકો, સંગીતકારો, ગાયકો, ખેલાડીઓ, શિક્ષકો, જનસેવકો, સેવા અને આદર્શના ભેખધારીઓ અને સંસ્થાઓથી છલકાતો હતો. આજે હવે સમય બદલાયો છે. કોઈપણ ક્ષેત્રમાં નજર માંડીએ તો અનુસરવાનું મન થાય તેવાં પાત્રો જોવા મળતા નથી. મૂલ્યો અને નીતિમતાનું સંપૂર્ણ ધોવાણ થઈ ચૂકયું છે.
દરરોજ એક રાજકીય કૌભાંડ બહાર આવી રહ્યું છે. આપણી નેતાગીરી વામણી બની ગઈ છે. બાળકો અને યુવાનો પોતાનું રોલ મોડેલ બનાવી શકે એવું એકે ચરિત્ર જાહેર જીવનમાં દેખાતું નથી. વિશ્વભરમાં ચારિત્ર્યની આ દરિદ્રતા સર્વવ્યાપક બની ગઈ છે.
જોકે બધું જ સાવ નિરાશાજનક છે એવું પણ નથી. આજે મેડિસિન, વિજ્ઞાન, શિક્ષણ, કોમ્યુનિકેશન, પર્યાવરણ સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ વગેરેમાં થયેલી પ્રગતિએ માનવીના જીવનની ગુણવતાને ઊંચી જરૂર આણી છે. જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. દરેક પરિવર્તન ક્ષણજીવી નીવડી રહ્યું છે. એક કે બે પેઢી પહેલા જમાનો ધીમી ગતિએ બદલાતો. આજે પરિવર્તનની ગતિ અણધારેલી તેજ બની ગઈ છે. આજની પેઢી માટે હવે એક નવો પડકાર પેદા થયો છે. એણે બદલાતા જતા જમાના સાથે સતત તાલ મેળવીને જીવવાનું છે. એ આ પડકારને પહોંચી પણ વળે છે. આપણે આપણા સમયમાં આવો ઝડપી બદલાવ જોયો નથી. પરિણામે યુવાનોની જીવવાની તરાહને રોજેરોજ બદલાતી જોઈને આપણે અસલામતી અને તાણ અનુભવતા થઈ ગયા છીએ.
માબાપનું કર્તવ્ય શું છે ?
આપણે આપણી જાતને બે ઘડી એમની દુનિયામાં મૂકી જોઈએ. તમે જો એમના જેવડા હો અને એમના જેવા સમયમાં જીવી રહ્યા હો તો કેવાં કપડાં પહેરવાનું પસંદ કરશો ? કેવા ટી.વી. કાર્યક્રમ જોશો ? કેવું સંગીત સાંભળશો ? કેવા તાલે નાચશો ? કેવી પ્રવૃતિઓમાં ભાગ લેશો ? તમારો ફાજલ સમય શી રીતે પસાર કરશો ? આ પ્રશ્નનોના ઉતર આપણને આપણા તરુણ વયનાં સંતાનોના વર્તન વ્યવહાર સમજવામાં સહાયકારી થઈ શકે છે. એમની ટીકા કરતા પહેલાં આપણે એમના ભાવવિશ્વની કલ્પના કરવી જોઈએ અને એમની જગ્યાએ આપણી જાતને ગોઠવી જોવી જોઈએ.
હકારાત્મક વલણ અપનાવીએ
જૂની પેઢીના લોકોને નવી દુનિયાના ફેરફારોને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. એમને એમ જ લાગે છે કે સમય વીતે છે એમ દુનિયા બગડતી જાય છે અને એમનો જૂનો સમય અત્યારના સમય કરતાં વધારે સારો હતો. એમને મન સેલફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાવ નકામાં છે. એ સી.ડી પ્લેયરને અપનાવી શકતા નથી. એમને મન જૂનું એટલું સોનું લાગે છે. પણ આ વલણ બરાબર નથી. પરિવર્તનને સ્વીકારીએ એમાં જ આપણું વડપણ છે. નવી ચીજો અને નવાં મૂલ્યોને અપનાવવાની આનાકાની કરવાથી આપણે બે પેઢી વચ્ચેનું અંતર વધારી મૂકીએ છીએ. આમ કરવાથી આપણે જૂનવાણીમાં ખપી જઈએ છીએ, આપણાં યુવાન સંતાનોના હ્યદયથી નાતો તોડી બેસીએ છીએ. આપણે આજના સમયના સંગીતને વખાણીએ ભલે નહીં, પણ એને માણીએ જરૂર.
આપણે એમની સાથે બેસીને મોબાઈલ અને ટેબલેટની ખૂબીને માણવી જોઈએ. આપણે નવાં ચલચિત્રોની ટેકનોલોજીની કમાલ જોવી જોઈએ. જિંદગીની ધારા કદી અટકતી નથી, તેમ જમાનો એક જગ્યાએ સ્થગિત રહી શકતો નથી. જે વ્યકિત જિંદગીની પ્રવાહિતાને સ્વીકારે છે એ ફેરફારોને આસાનીથી અપનાવી લે છે.
ભૂતકાળમાં રાચવાનું છોડીએ
આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. સમયની ઘડિયાળના કાંટાને ફેરવીને જૂના વખતને, તે ગમે તેટલો ઉતમ હોય તો પણ પાછો લાવી શકાતો નથી. ખરેખર તટસ્થ દ્રષ્ટિથી મૂલ્યાંકન કરીએ તો સિતેર અને એંસીના દાયકા કરતાં આપણે અત્યારે વધારે સારા સમયમાં જીવી રહ્યા છીએ. 'હું તારી ઉંમરનો હતો ત્યારે…' આ વિધાનનો તકિયા કલમ તરીકે વારંવાર ઉપયોગ કરવો નકામો છે. આ વાકય એમના મતે અર્થ વગરનું છે, કેમ કે વાસ્તવમાં આપણે કદી એમની ઉંમરના હતા જ નહીં. આપણાં સંતાનોને જીવવું પડે છે એવા કપરા સમયમાં આપણે કદી જીવ્યા નથી, કે જીવી શકીએ પણ નહીં. સંજોગો અને વસ્તુસ્થિતિ સતત બદલાતા રહ્યા છે. દરેક પેઢી એના પોતાના સમયનો પડકાર ઝીલતી જ હોય છે. એને પહેલાંનો સમય કે એની ખાસિયતો યાદ કરાવવાથી ભૂતકાળની મહતા સ્થાપી શકાતી નથી. જો પડકાર ફેંકવામાં આવે તો આપણી પેઢી આજના નવા યુગના પરિવર્તનનો અને પડકરોનો સામનો કરવામાં જરૂર નિષ્ફળ જાય !
એમની ટીકા કરવાનું વલણ છોડીએ
ખાસ કરીને જે બાબતો પર આપણાં સંતાનોનું કોઈ નિયંત્રણ કે બંધારણ ચાલતું નથી તે બાબતમાં એમની ટીકા કરવાની કુટેવથી આપણે વેળાસર છુટકારો મેળવવો જોઈએ. એમનો સમય બદલાય ગયો છે અને આપણા સમય કરતાં જુદો જ છે એ બાબતમાં એ લોકો શું કરી શકે ? 'તમારાં કપડાંમાં કંઈ ભલીવાર નથી. આવાં કપડાં તે કંઈ પહેરાય ? ફેશનના નામે તમારી પેઢી સાવ દાટ વાળવા બેઠી છે. તમારું સંગીત સાવ ઢંગધડા વગરનું છે; એ સાંભળીને તો મારા કાન જ પાકી જાય છે ! ટી.વી.માં ટીનેજરોના કાર્યક્ર્મોમાં કોલેજોનું જે વાતાવરણ બતાવે છે એ જોઈને તો એમ થાય કે તમે લોકો ભણવા જાવ છો કે પછી પ્રેમલા-પ્રેમલી કરવા ? અમારા વખતમાં આવું બધું ચાલતું નહી.' આવી આવી કાગારોળનો કંઈ જ અર્થ સરતો નથી.
આજની દુનિયા કંઈ એમણે પોતાની પસંદગીથી બનાવેલી નથી. એમને એ એમની અનિચ્છાએ વારસામાં મળેલી છે. શકયતા એ છે કે જો આપણે આજે એમની ઉંમરના હોત તો આપણે પણ આવાં જ ઢંગધડા વગરનાં કપડાં પહેરતા હોત, આવી જ ફેશનો કરતા હોત, આવાં જ ગીતો સાંભળતા હોત, ને આવા જ નખરા કરતા હોત !
પરિવર્તનનો સ્વીકાર કરીએ
નવા સમયની માંગ એ છે કે જે કામ આપણા માતાપિતાએ આપણી બાબતમાં નહીં કરેલું તે આપણે આપણાં સંતાનો બાબતમાં કરવાની જરૂર છે. આપણા માબાપ આપણી સાથે ચર્ચા-વિચારણા કદી કરતા નહીં. આપણને માત્ર એમની આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવતો. આજની પેઢી સાથે આ વલણ કામ આવી શકે નહીં. અત્યારના માહિતીપ્રચૂર અને વિપુલતાના સમયમાં આપણે એમની સાથે પુષ્કળ સંવાદ કરવો જોઈએ. ખાસ કરીને જાતીયતાના મુદ્દા બાબતમાં આપણે આપણો સંકોચ છોડીને એમની સાથે મુકત ચર્ચા કરવી જોઈએ.
દરેક બાબતમાં નૈતિકતાને વચ્ચે લાવવાની આપણી પરંપરાગત આદતને આપણે હવે છોડવાની જરૂર છે. નવી પેઢી મૂલ્યો અને નૈતિકતાના ખ્યાલોને સદંતર બદલી ચૂકી છે. આપણે એમની સાથે એ બાબતમાં તાલ મેળવવાની આવશ્કયતા છે. આપણને આપણા માતાપિતાનો અલાયદો સમય મળ્યો હોય એવું યાદ નથી. એ સમયમાં દરેક બાળક સંયુકત કુટુંબમાં પડતું-આખડતું મોટું થઈ જતું. આજે બાળઉછેર સમય અને શકિત માગી લેતી જવાબદારી છે.
માબાપ બાળકને દરરોજ નિયમિત રીતે ગુણવતાનો સમય ફાળવે એ અપેક્ષિત છે. પહેલાંના સમયમાં બાળકોના અલગ અસ્તિત્વનો સ્વીકાર થતો નહી, કે એમને કુટુંબમાં આદર મળતો નહીં. આજે સમય બદલાયો છે. હવે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થવા લાગ્યો છે. આ સંજોગોમાં માબાપની જવાબદારી અને તેમનું કર્તવ્ય વધારે સભાનતા માગી લે છે.
સમાજ જીવનમાં આવી રહેલા ફેરફારોથી આપણે ચિંતિત થવાની જરૂર નથી. આ ફેરફારોથી આપણા માટે ભય અને અસલામતી પેદા કરે છે, તેમ નવી તકો પણ ઊભી કરે છે. સમયની સાથે આપણે તાલ મેળવીને ચાલવું જોઈએ. આજે માબાપ એમનાં સંતાનો પ્રત્યે પ્રેમની અને સ્વીકારની લાગણી મુકત રીતે વ્યકત કરી શકે છે. માબાપ અને બાળકો એકમેકની વધારે નજીક આવ્યાં છે.
આપણાં તરુણ સંતાનોનો સમય બદલાયો છે એની આપણે નોંધ લઈએ !

Thursday, February 6, 2014

Refined Oil

आज से 50 साल पहले तो कोई रिफाइन तेल के बारे में जानता नहीं था, ये पिछले 20 -25 वर्षों से हमारे देश में आया है | कुछ विदेशी कंपनियों और भारतीय कंपनियाँ इस धंधे में लगी हुई हैं | इन्होने चक्कर चलाया और टेलीविजन के माध्यम से जम कर प्रचार किया लेकिन लोगों ने माना नहीं इनकी बात को, तब इन्होने डोक्टरों के माध्यम से कहलवाना शुरू किया | डोक्टरों ने अपने प्रेस्क्रिप्सन में रिफाइन तेल लिखना शुरू किया कि तेल खाना तो सफोला का खाना या सनफ्लावर का खाना, ये नहीं कहते कि तेल, सरसों का खाओ या मूंगफली का खाओ, अब क्यों, आप सब समझदार हैं समझ सकते हैं |

ये रिफाइन तेल बनता कैसे हैं ? मैंने देखा है और आप भी कभी देख लें तो बात समझ जायेंगे | किसी भी तेल को रिफाइन करने में 6 से 7 केमिकल का प्रयोग किया जाता है और डबल रिफाइन करने में ये संख्या 12 -13 हो जाती है | ये सब केमिकल मनुष्य के द्वारा बनाये हुए हैं प्रयोगशाला में, भगवान का बनाया हुआ एक भी केमिकल इस्तेमाल नहीं होता, भगवान का बनाया मतलब प्रकृति का दिया हुआ जिसे हम ओरगेनिक कहते हैं | तेल को साफ़ करने के लिए जितने केमिकल इस्तेमाल किये जाते हैं सब Inorganic हैं और Inorganic केमिकल ही दुनिया में जहर बनाते हैं और उनका combination जहर के तरफ ही ले जाता है | इसलिए रिफाइन तेल, डबल रिफाइन तेल गलती से भी न खाएं | फिर आप कहेंगे कि, क्या खाएं ? तो आप शुद्ध तेल खाइए, सरसों का, मूंगफली का, तीसी का, या नारियल का | अब आप कहेंगे कि शुद्ध तेल में बास बहुत आती है और दूसरा कि शुद्ध तेल बहुत चिपचिपा होता है | हमलोगों ने जब शुद्ध तेल पर काम किया या एक तरह से कहे कि रिसर्च किया तो हमें पता चला कि तेल का चिपचिपापन उसका सबसे महत्वपूर्ण घटक है | तेल में से जैसे ही चिपचिपापन निकाला जाता है तो पता चला कि ये तो तेल ही नहीं रहा, फिर हमने देखा कि तेल में जो बास आ रही है वो उसका प्रोटीन कंटेंट है, शुद्ध तेल में प्रोटीन बहुत है, दालों में ईश्वर का दिया हुआ प्रोटीन सबसे ज्यादा है, दालों के बाद जो सबसे ज्यादा प्रोटीन है वो तेलों में ही है, तो तेलों में जो बास आप पाते हैं वो उसका Organic content है प्रोटीन के लिए | 4 -5 तरह के प्रोटीन हैं सभी तेलों में, आप जैसे ही तेल की बास निकालेंगे उसका प्रोटीन वाला घटक गायब हो जाता है और चिपचिपापन निकाल दिया तो उसका Fatty Acid गायब | अब ये दोनों ही चीजें निकल गयी तो वो तेल नहीं पानी है, जहर मिला हुआ पानी | और ऐसे रिफाइन तेल के खाने से कई प्रकार की बीमारियाँ होती हैं, घुटने दुखना, कमर दुखना, हड्डियों में दर्द, ये तो छोटी बीमारियाँ हैं, सबसे खतरनाक बीमारी है, हृदयघात (Heart Attack), पैरालिसिस, ब्रेन का डैमेज हो जाना, आदि, आदि | जिन-जिन घरों में पुरे मनोयोग से रिफाइन तेल खाया जाता है उन्ही घरों में ये समस्या आप पाएंगे, अभी तो मैंने देखा है कि जिनके यहाँ रिफाइन तेल इस्तेमाल हो रहा है उन्ही के यहाँ Heart Blockage और Heart Attack की समस्याएं हो रही है |

जब हमने सफोला का तेल लेबोरेटरी में टेस्ट किया, सूरजमुखी का तेल, अलग-अलग ब्रांड का टेस्ट किया तो AIIMS के भी कई डोक्टरों की रूचि इसमें पैदा हुई तो उन्होंने भी इसपर काम किया और उन डोक्टरों ने जो कुछ भी बताया उसको मैं एक लाइन में बताता हूँ क्योंकि वो रिपोर्ट काफी मोटी है और सब का जिक्र करना मुश्किल है, उन्होंने कहा "तेल में से जैसे ही आप चिपचिपापन निकालेंगे, बास को निकालेंगे तो वो तेल ही नहीं रहता, तेल के सारे महत्वपूर्ण घटक निकल जाते हैं और डबल रिफाइन में कुछ भी नहीं रहता, वो छूँछ बच जाता है, और उसी को हम खा रहे हैं तो तेल के माध्यम से जो कुछ पौष्टिकता हमें मिलनी चाहिए वो मिल नहीं रहा है |" आप बोलेंगे कि तेल के माध्यम से हमें क्या मिल रहा ? मैं बता दूँ कि हमको शुद्ध तेल से मिलता है HDL (High Density Lipoprotein), ये तेलों से ही आता है हमारे शरीर में, वैसे तो ये लीवर में बनता है लेकिन शुद्ध तेल खाएं तब | तो आप शुद्ध तेल खाएं तो आपका HDL अच्छा रहेगा और जीवन भर ह्रदय रोगों की सम्भावना से आप दूर रहेंगे |

अभी भारत के बाजार में सबसे ज्यादा विदेशी तेल बिक रहा है | मलेशिया नामक एक छोटा सा देश है हमारे पड़ोस में, वहां का एक तेल है जिसे पामोलिन तेल कहा जाता है, हम उसे पाम तेल के नाम से जानते हैं, वो अभी भारत के बाजार में सबसे ज्यादा बिक रहा है, एक-दो टन नहीं, लाखो-करोड़ों टन भारत आ रहा है और अन्य तेलों में मिलावट कर के भारत के बाजार में बेचा जा रहा है | 7 -8 वर्ष पहले भारत में ऐसा कानून था कि पाम तेल किसी दुसरे तेल में मिला के नहीं बेचा जा सकता था लेकिन GATT समझौता और WTO के दबाव में अब कानून ऐसा है कि पाम तेल किसी भी तेल में मिला के बेचा जा सकता है | भारत के बाजार से आप किसी भी नाम का डब्बा बंद तेल ले आइये, रिफाइन तेल और डबल रिफाइन तेल के नाम से जो भी तेल बाजार में मिल रहा है वो पामोलिन तेल है | और जो पाम तेल खायेगा, मैं स्टाम्प पेपर पर लिख कर देने को तैयार हूँ कि वो ह्रदय सम्बन्धी बिमारियों से मरेगा | क्योंकि पाम तेल के बारे में सारी दुनिया के रिसर्च बताते हैं कि पाम तेल में सबसे ज्यादा ट्रांस-फैट है और ट्रांस-फैट वो फैट हैं जो शरीर में कभी dissolve नहीं होते हैं, किसी भी तापमान पर dissolve नहीं होते और ट्रांस फैट जब शरीर में dissolve नहीं होता है तो वो बढ़ता जाता है और तभी हृदयघात होता है, ब्रेन हैमरेज होता है और आदमी पैरालिसिस का शिकार होता है, डाईबिटिज होता है, ब्लड प्रेशर की शिकायत होती है |

Monday, February 3, 2014

Bribe - Sales Tax Officer Caught

In Jamnagar, a sales tax official was caught by the Anti-Corruption Bureau (ACB)

A sales tax official was caught red-handed while accepting bribe of Rs 15,000 today.

B P Parmar was a Class I officer (Sales Tax Assistant Commissioner) in Jamnagar

Jamnagar police received complaints against Parmar.
ACB sources claimed that they laid a trap based on a complaint to nab Parmar who had sought money to return official favor.

Parmar was immediately taken into custody.

મમ્મી - આઇ લવ યુ

5 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : ઓહ માય ડીયર સન , આઇ લવ યુ ટુ

15 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : ચલ બોલ કેટલા રુપિયા જોઇએ છે ?

25 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.
મમ્મી : ઓહો શુ વાત છે ! કોણ છે એ છોકરી ?

35 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : મે તો તને લગ્ન વખતે જ કહ્યુ હતુ કે એ ચુડેલને ઘરમાં લાવવા જેવી નથી

45 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ
મમ્મી : બીલકુલ મુંઝાયા વગર બોલ ક્યાં ડોક્યુમેન્ટમા સહી કરવાની છે મારે

55 વર્ષનો છોકરો : મમ્મી આઇ લવ યુ.
મમ્મી : ચિંતા ના કર હું તારા પપ્પાને સમજાવીશ મકાન તારા નામ પર કરી દેશે.

આ દુનિયામાં "માં" જ બધી જ પરિસ્થિતીમાં પોતાના દિકરાને સૌથી સારી રીતે સમજી શકે છે.

બસ....આટલા માટે જ બાકી બધા વગડાના વા.....આવે ને જાય....પણ "માં" જ છેલ્લે સુધી સાથ આપે...એટલે જ... મમ્મી આઇ લવ યુ....!

Saturday, February 1, 2014

જગ્ગન્નાથ પૂરી - થોડીક વાતો

જગ્ગન્નાથ પૂરી માં એવી ઘણી વાતો છે જેને જવાબો હજુ વિજ્ઞાન પાસે નથી. આજે એવી જ થોડીક વાતો થી આપને અવગત કરાવ્યે..
૧) પૂરી માં મુખ્ય ધજા હમેશા પવન થી વિરુદ્ધ દિશા માં જ ફરકે છે

૨) મુખ્ય મંદિર પર રાખેલું સુદર્સન ચક્ર, શહેર માંથી ગમે ત્યાતી જોતા આપની સામે હોઈ એવું જ લાગશે
૩) સામાન્ય રીતે દિવસે પવન સમુદ્ર થી ધરતી ઉપર અને રાત્રે જમીન થી સમુદ્ર તરફ જાય છે, પણ પૂરી માં એનાથી વિરુદ્ધ જ થાય છે
૪) સિંહ દ્વાર થી પ્રવેશ કરતા, છેલ્લા પગથીયા સુધી સમુદ્ર ના મોજા વગરે નો અવાજ સાંભળી શકાય છે, પણ પછી માત્ર એક જ ડગલું ચાલી મંદિર ની અંદર પ્રવેશતા જ કોઈ અવાજ સાંભળી શકતો નથી, ખાસ કરી ને સાંજે આ ઘટના સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે
૫) મંદિર માં આખો વરસ પ્રસાદ ની એક સમાન માત્રા જ બનાવાય છે અને માણસો ભલે પચાસ હજાર આવે કે પચાસ લાખ, પ્રસાદ કડી વધતો નથી કે કાઢી ઘટતો નથી
૬) પ્રસાદ બનવા ની વિધિ પણ ચમત્કારિક છે, એક ઉપર એક એમ સાથ વાસણ મૂકી, લાકડા ના ચુલા ઉપર પ્રસાદ બનાવાય છે, સામાન્ય રીતે નીચે નું વાસણ પહેલા ગરમ થાય અને સૌથી ઉપર નું વાસણ સૌથી છેલ્લે, પણ પૂરી ના બધા જ પ્રસાદ ના વાસણ એક સાથે જ ગરમ થાય છે
૭) મંદિર ને ઉપર થી કોઈ જ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી
૮) મંદિર ના મુખ્ય કળશ નો પડછાયો દિવસ ના કોઈ પણ સમયે જોઈ શકતો નથી .....


Friday, January 31, 2014

Jamnagar On Facebook

More then 1500 friends are waiting, come Join Jamnagar Friends on Facebook :

 http://www.facebook.com/halar.org

Sunday, January 26, 2014

Padma Shri Dr. K. M. Acharya

Dr. Kiritkumar Achrya (Dr. K. M. Acharya) received the prestigious civilian honor of Padma Shri announced today.

Jamnagar News and halar.org wishes Dr. K. M. Acharya Congratulations and best wishes, please see the below video of  Dr. K. M. Acharya.



Friday, January 24, 2014

Blast in Essar refinery

Major blast was reported in Jamnagar Essar Refinery. It is reported that two person were killed in the blast.

More details are awaited

Saturday, January 18, 2014

આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!

અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, રાયપુરના શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે

રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા

વડોદરા : દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયા,  નાળિયેર પાણીની સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા

સુરત : રમેશનો સાલમપાક,  કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, અંબાજી રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,  ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજિયા, ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા

ગાંધીનગર :  મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, મહારાજના દાળવડા, ભાભીના 
ભજિયા,બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

અમરેલી : ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ, શિતલનુ કોલ્ડપાન

ભૂજ : બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ

સુરેન્દ્રનગર:  ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રિમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા,  લખુભાઈનો રગડો, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી

મહેસાણા:  સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી

બારડોલી : જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા, ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી

જેતપુર : વજુગીરી ના ભજીયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ 

આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો

દાહોદા : બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો

બોટાદ : જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા, જૈનના ખમણ

નવસારી: વિકાસના સમોસા, મામાની પેટીસ

ધારી: કનૈયા ડેરીનો શીખંડ

મહુવા: વરિયાળીનું સરબત

નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા

''ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ''

અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ

સુરતનું જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો

રાજકોટની ચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા

વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ

જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન

કચ્છની દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી

મોરબીના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ

ભરુચની ખારી શિંગ 

સુરેન્દ્રનગરના સેવમમરા, કચીરીયું અને શીંગ

ભાવનગરના ગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી

પાલનપુરનું અત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી

સોરઠનો સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર

પાટણની રેવડી, દેવડા અને પટોળા

પોરબંદરની ખાજલી, ગોટી સોડા અને માફિયા

નવસારીની નાનખટાઇ

ખંભાતનું હલવાસન

ડાંગનો ચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર

વલસાડના ચીકુ અને હાફૂસ

ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ

પંચમહાલની તાડી અને મહુડો

Saturday, January 11, 2014

Royal family narrowly escapes hacker.

A hacker recently posed as a journalist almost succeeded in duping Royal Jamnagar Family.

This hacker hacked email account of a Jamnagar royal and asked for 2500 USD.

As per the email. The victim was suggested to pass 2500 USD to a jabalpur branch manager of ICICI branch.

The bank manager is under arrest.

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...