Wednesday, March 26, 2014

Home Care Tips

30 દિવસમાં તંદુરસ્તી' 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે :
===========================================

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ

એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે, ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.
અગત્યની હોમકેર ટીપ્સ જાણો અને અમલ કરો :
===========================

Saturday, March 22, 2014

100% યોગદાન

બહુ જ ઉમદા અને મજાની વાર્તા :
====================

એક છોકરો અને છોકરી ખુબ સારા મિત્રો હતા. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને એકબીજાની વસ્તુઓની આપ-લે કરતા. છોકરા પાસે રંગબેરંગી પથ્થરો હતા જે છોકરીને ખુબ ગમતા હતા અને છોકરી પાસે જુદા-જુદા પ્રકારની લખવાની પેનો હતી જે છોકરાને ખુબ ગમતી.

દિવાળીના તહેવાર પર બંને ભેગા થયા. છોકરા એ છોકરીને કહ્યુ , " તારી પાસે જે વિદેશી પેનો છે એ મને ખુબ ગમે છે તું મને તારી બધી જ પેનો આપી દે તો બદલામાં હું તને મારી પાસે છે એ બધા જ રંગબેરંગી પથ્થરો આપુ." છોકરીને તો આ જ જોઇતું હતુ એણે તો તરત જ હા પાડી દીધી.

ઘર પર જઇને છોકરાએ વિચાર્યુ કે મેં ભલે બધા જ પથ્થર આપવાનું કહ્યુ હોય પણ એને ક્યાં ખબર છે કે મારી પાસે કેટલા પથ્થર છે ?. થોડા પથ્થર હું મારી પાસે રાખુ અને બાકીના એને આપી દઉં. બીજા દિવસે બંને મળ્યા. છોકરીએ છોકરાને પોતાની પાસેની પેનો આપી અને બદલામાં મનગમતા પથ્થરો લીધા. બંને એકબીજાનો આભાર માનીને છુટા પડ્યા.

છોકરી તો આજે ખુબ આનંદમાં હતી એને જોઇતી વસ્તુ આજે એના હાથમાં હતી. રાત્રે એ ઘસઘસાટ ઉંઘી ગઇ. છોકરાને ઉંઘ આવતી નહોતી એ પડખા બદલી રહયો હતો અને વિચારતો હતો કે મેં થોડા પથ્થરો મારી પાસે રાખ્યા એમ છોકરીએ પણ થોડી પેન કદાચ પોતાની પાસે રાખી લીધી હશે. એણે પણ મારી સાથે છેતરપીંડી કરી હશે. આ વિચારમાં ને વિચારમાં એ ઉંઘી જ ન શક્યો.

બીજા દિવસે છોકરીને મળીને છોકરાએ પુછ્યુ , " ગઇકાલે તને ઉંઘ આવી હતી?" છોકરીએ જવાબ આપ્યો , " હાં બહુ સારી ઉંઘ આવી હતી." છોકરાએ છોકરીને બધી જ સાચી વાત કરી એટલે છોકરી એ કહ્યુ , " જો દોસ્ત , મારી પાસે જે હતુ તે મે 100% તને આપી દીધુ એટલે મને ઉંઘ આવી ગઇ અને તારી પાસે જે હતુ તેમાંથી તે થોડુ તારી પાસે રાખ્યુ એટલે તને મારા પ્રત્યે પણ શંકા જન્મી અને તું ઉંઘી ના શક્યો."

કોઇપણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય, જો તમારુ એ બાબતમાં 100% યોગદાન હશે તો તમે ઘસઘસાટ ઉંઘી શકશો નહિતર શંકાશિલ બનીને પડખા જ બદલ્યા કરશો.

Thursday, March 20, 2014

ભોજન સાથે સંબધિત આચાર

ભોજન સાથે સંબધિત આચાર

વર્તમાનમાં સંયુક્ત કુટુંબની પાયમાલી, આધુનિકતાનો પ્રભાવ અને ગતિમાન જીવનશૈલીને કારણે ભોજન સાથે સંબંધિત નિત્ય આચાર પોતે પાળવા અને તે આગામી પેઢી સુધી પહોંચાડવાનું લગભગ બંધ જ થયું છે. 'જેવો આહાર, તેવા વિચાર અને જેવા વિચાર, તેવું કર્મ', એમ કહેવામાં આવ્યું છે. તેથી આધ્યાત્મિક સંસ્કારોનું મૂળ પણ સાત્વિક આહારમાં ગૂંથાઇ ગયું છે. સદર લેખમાં જમવાના સંબંધમાં કેટલાક નિયમો, જમવાની વેળાઓ અને તેમનું મહત્વ આપી રહ્યા છીએ.

જમવાના સંબંધમાં કેટલાક નિયમો
૧. નહાવા પહેલાં જમવું નહી ઃ વિના સ્નાનેન ન ભુજ્જીત । અર્થ ઃ-  સ્નાન કર્યા સિવાય ભોજન ન કરવું. નહાવાથી દેહને શુચિર્ભૂતતાં પ્રાપ્ત થાય છે. શુચિર્ભૂત થવું, અર્થાત્ અંતર્બાહ્ય શુદ્ધ થવું. નામજપ કરતાં કરતાં નહાવાથી અંતર્બાહ્ય શુદ્ધિ સાધ્ય કરી શકાય છે. નામજપ કરવાથી આંતરશુદ્ધિ, જ્યારે નહાવાથી બાહ્યાશુદ્ધિ સાધ્ય કરવામાં આવે છે. નહાવા પહેલાં દેહ પરની રજતમયુક્ત મલિનતા તેમ જ હોવાથી આ મલિનતા સહિત ભોજન ન કરવું.
૨. જો અન્નનું પચન થયું હોય, તો જ જમવું ઃ
અ. પહેલાં સેવન કરેલું અન્ન પચી ગયા પછી એટલે જ કે, ભૂખ લાગ્યા પછી શુદ્ધ ઓડકાર આવ્યા પછી, શરીરને હળવું જણાયા પછી જમવું. જેથી અપચો ઇત્યાદિ રોગ થતાં નથી અને સપ્તધાતુ (રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર)ની યોગ્ય વૃદ્ધિ થાય છે.
આ. રાત્રિનું ભોજન બપોરની તુલનામાં હળવું હોવું જોઇએ. જો બપોરનું ભોજન પચ્યું ન હોય, તો રાત્રે થોડો હળવો આહાર લેવામાં વાંધો નથી. પણ રાત્રિનું ભોજન જો પચ્યું ન હોય, તો બપોરે જમવું નહી.
૩. મળ-મૂત્રનો આવેગ આવ્યા પછી ભોજન ન કરવું ઃ- કારણ કે આવા સમયે ભોજન કરવું તે આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ નથી.
૪. શૌચ જઇ આવ્યા પછી તરત જ ન જમવું ઃ અડધો કલાક રોકાવું, કારણ કે આવી રીતે થોભવું આરોગ્યની દ્રષ્ટિએ ઇષ્ટ છે.
૫. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના કાળમાં ભોજન ન કરવું ઃ
અ. આરોગ્યની દ્રષ્ટિએ ઃ ચંદ્ર અને સૂર્ય આ અન્નરસનું પોષણ કરનાર દેવતાઓ છે.  ગ્રહણકાળમાં તેમની શક્તિ ઘટતી હોવાથી તે કાળમાં ભોજન કરવાનું વર્જ્ય કહ્યું છે.
આ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઃ આધુનિક વિજ્ઞાાન ગ્રહણકાળનો વિચાર કેવળ સ્થૂળ, અર્થાત્ ભૌગોલિક સ્તર પર કરે છે પણ આપણા ઋષિમુનિઓએ ગ્રહણના સૂક્ષ્મ, અર્થાત્ આધ્યાત્મિક સ્તર પર થનારાં દુષ્પરિણામોનો વિચાર પણ કર્યો છે. ગ્રહણકાળમાં વાયુમંડળ રજ-તમયુક્ત  (ત્રાસદાયક) લહેરોથી ભારિત થયેલું હોય છે. તે કાળમાં વાયુમંડળમાં રોગજંતુઓ, તેમ જ અનિષ્ટ શક્તિનો પણ પ્રભાવ વધેલો હોય છે.  જો તે કાળમાં ખાવા, સૂવા જેવી કોઇપણ રજ- તમોગુણી કૃતિ કરીએ, તો તે માધ્યમ દ્વારા અનિષ્ઠ શક્તિઓનો આપણને ત્રાસ થઇ શકે છે. પરંતુ ગ્રહણકાળમાં નામજપ, સ્તોત્રપઠણ જેવી કૃતિઓ કરીએ તો આપણા ફરતે સંરક્ષણ- કવચ નિર્માણ થઇને ગ્રહણના અમંગળ પ્રભાવથી આપણું રક્ષણ થાય છે. 'સ્થૂળ વૈજ્ઞાાનિક બનાવો પાછળ પણ સૂક્ષ્મ એવું અધ્યાત્મશાસ્ત્ર છે.' એવું વિશદ કરનારો એકમેવ 'હિંદુ ધર્મ' છે!
૬. ગૃહસ્થ પતિ-પત્નીએ અન્યોએ જમી લીધા પછી જમવું ઃ  યજમાને પોતે જમવા પહેલા નાના બાળકો, વૃદ્ધ, સેવક (નોકર)ને ભોજન અને ગાય- ઢોરને ચારો- નીર આપ્યા છે કે નહી, તેની ખબર કાઢયા પછી જ, તેમજ જો કોઇ અતિથિ આવ્યા હોય, તો તેમની પણ ખબર કાઢીને પછી જ અતિથિ સાથે ભોજન કરવું, એવી પહેલાંની રૃઢિ હતી.
૭. અન્નગ્રહણ કરવા પહેલાં દેવતાને નૈવેદ ધરવો, ગાયને ગોગ્રાસ આપવો અને પિતરોને કાકબળી મૂકવો, આમ કરવાથી દેવઋણ અને પિતરઋણ ચૂકતે થવું ઃ પહેલાંના કાળમાં સર્વ રસોઇ સિદ્ધ કરી લીધા પછી દેવતાને નૈવેદ ધરીને, ગાયને ગોગ્રાસ અને પિતરોને આંગણામાં કાકબળી મૂકીને પછી જ અન્નગ્રહણ કરવામાં આવતું હોવાથી પ્રત્યેક જીવના હસ્તે પ્રતિદિન દેવતા, પિતર, તેમ જ અનિષ્ટ શક્તિઓની ક્ષુધા શાંત કરવામાં આવીને દેવઋણ અને પિતૃઋણ ચૂકતે કરવામાં આવતાં હતા.
૮. અન્નગ્રહણ કરવા પહેલાં મૂળ પુરુષને પણ નૈવેદ ધરવાથી તેમની સહાયતા મળવી ઃ જેના દ્વારા એકાદ પેઢીનો આરંભ થયો હોય છે. એવા પુરુષને તે પેઢીના મૂળ પુરુષ તરીકે ગણવામાં આવે છે. મૂળ પુરુષનું સ્મરણ કરીને તેમને પણ નૈવેદ ધરવો જોઇએ.તેમને નૈવેદ ચડાવવાથી તેઓ પણ તૃપ્ત થઇને આપણને સહાયતા કરે છે.
૯. અન્નગ્રહણ કરવા પહેલા દેવ, ઋષિ, માનવી, પિત્તર અને ઘરમાંના ભગવાનને તૃપ્ત કરવાથી તેમની પાસેથી આશીર્વાદ મળવા ઃ 'ગૃહસ્થ પતિ- પત્નીએ દેવ, ઋષિ, માનવી, પિતર અને ઘરમાંના ભગવાનની (કુળાચાર પ્રમાણે જે દેવતા હોય તેની) સાથે સંબંધિત હોય તેવા બધા જ  ધર્મકૃત્યો કરવા. તેમને અન્ન આપીને તૃપ્ત કરવા. પછી વધેલું અન્ન પોતે ખાવું. તેમ કરવાથી બ્રહ્માંડમાં રહેલી ઇચ્છાલહેરો, ક્રિયાલહેરો અને જ્ઞાાનલહેરોના સ્તર પર આશીર્વાદ મળે છે.
અ. પિતર અને માનવી (ઇચ્છા લહેરોનાં રૃપમાં આશીર્વાદ યશ) ઃ
ઇચ્છાલહેરોનાં રૃપમાં પિતરો પાસેથી, તેમ જ માનવી દ્વારા મળનારો આશીર્વાદ કૃતિના સ્તર પર જીવને યશ મેળવી આપવા માટે કારણીભૂત થાય છે.
આ. ઘરના દેવતા (ક્રિયાલહેરોનાં રૃપમાં આશીર્વાદ, કર્મ અંતર્ગત સહાયતા) ઃ
ક્રિયાલહેરોના રૃપમાં મળનારા ઘરના ભગવાનના આશીર્વાદ જીવને તેના કર્મ અંતર્ગત સહાયતા કરે છે.
ઇ. દેવ અને ઋષિ (જ્ઞાાનલહેરોના રૃપમાં આશીર્વાદ, કર્મ અકર્મ થવું) ઃ
જ્ઞાાનલહેરોનાં રૃપમાં  દેવ અને ઋષિ પાસેથી મળનારા આશીર્વાદ જીવનું પ્રત્યેક કર્મ અકર્મ બનાવતાં હોવાથી તે એક દિવસ સર્વ ઋણમાંથી મુક્ત થાય છે.
જમી લીધા પછી કેટલાક કેટલાક રહીને ખાવું ? બપોરે જો ભારે જમણ થયું હોય, તો તે રાત્રે ન જમવું. સર્વસામાન્ય રીતે મોટા માણસોએ જમી લીધા પછી ત્રણ કલાક તોયે કાંઇ જ ન ખાવું, તેમ જ શ્રમિકોએ ૬ કલાક કરતાં વધારે સમય સુધી કાંઇ ખાધા સિવાય રહેવું નહી..

ભોજનની વેળાઓ ૧. દિવસમાં બને ત્યા સુધી બે વાર જ જમવું. ભોજનની વેળાઓ નિશ્ચિત કરેલી હોવી જોઇએ.
૨. સૂર્યાસ્ત પછી ૩ કલાકમાં જમવું. સૂર્યોદય અને સૂર્યાસ્ત, તેમ જ બપોરે બાર વાગે અને રાત્રે બાર વાગે જમવું નહી.
૩. બને ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યા સુધી સવારનું અને રાત્રે ૯ વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન કરવું બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી આકરો તાપ હોય છે. આ કાળમાં ભોજન કરવાથી ત્યારે જઠરાગ્નિ ઘણો પ્રદીપ્ત થવાથી શારીરિક ત્રાસ થવાની શક્યતા હોય છે. તેમજ રાત્રે ૯ વાગ્યા પછી વાતાવરણમાં અનિષ્ઠ શક્તિઓનો સંચાર વધે છે. આ કાળમાં ભોજન કરવાથી અન્ન પર અનિષ્ટ શક્તિઓનું આક્રમણ (હુમલો) થવાની શક્યતા વધે છે. અનિષ્ટ શક્તિઓનું આક્રમણ  થયેલું અન્ન ગ્રહણ કરવાથી અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થવાની શક્યતા હોય છે.
સવારના અને રાત્રિના ભોજનનું મહત્વ  ઃ સવારનું ભોજન જીવન માટે (દિનચર્યા માટે) આવશ્યક એવી ક્રિયાલહેરો પૂરી પાડે છે. (કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડે છે.) અને રાત્રિનું જમણ રાત્રિના કાળમાં વધી રહેલા રજ-તમ સામે લઢવા માટે ઊર્જાલહેરો પૂરી પાડે છે. તેમ જ જમવાથી પ્રાણ પર આવરણ આવવાનું ટળે છે. કારણ કે અન્ન પ્રાણને ચૈતન્ય પૂરું પાડવાનું કાર્ય કરે છે.
સમય પર ભોજન ન કરવાથી થનારાં તોટા ઃ શરીર અને મનનો એકબીજા સાથે સંબંધ છે. શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય આ એકબીજાને પૂરક પણ હોય છે. સમય પર ન જમવાથી શરીરસ્વાસ્થ્ય અને મનસ્વાસ્થ્ય બગડી શકે છે, તેમ જ આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ બગડે છે.
૧. 'સમય પર ન જમવાથી શરીર સ્વાસ્થ્ય બગડે છે.
૨. જ્યાં સુધી આપણે જમતાં નથી અથવા પાણી પીતાં નથી, ત્યાં સુધી આપણાં મનમાં 'મારે જમવાનું છે, પાણી પીવાનું છે', એવા વિચારો સાતત્યથી અંકિત થતાં હોવાથી મનની શક્તિ અમસ્તી જ વેડફાય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પરના તોટા. ૧. યોગ્ય સમયે અન્ન ગ્રહણ ન કરવાથી પેટમાં નિર્માણ થનારા પોલાણમાં અનિષ્ટ શક્તિઓને વધારે પ્રમાણમાં કાળી શક્તિ સંઘરી રાખવાનું સહેલું પડે છે. તેના પરિણામ તરીકે વ્યક્તિને અપચો થવો, પેટના વિકાર, સંધિવાત ઇત્યાદિ વ્યાધિ થાય છે. ૨.જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઇએ તેટલો પૂરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઇને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે. સ્થૂળદેહની નબળાઇ વધીને મનનું કાર્ય પણ વ્યવસ્થિત થતું નથી. આ સર્વેનું પરિણામ શરીરની કાર્યક્ષમતા પર થાય છે.  ૩. પહેલાના યુગમાં વાતાવરણ ઘણું સાત્વિક હોવાથી વાતાવરણમાં રહેલા રજ-તમ સામે લઢવા માટે આવશ્યક એવી શરીરની ઊર્જા બચી જતી હતી. સતત સાધના કરવાથી શરીરમાં રહેલું રજ-તમનું પ્રમાણ પણ અલ્પ થઇને દેહ સાત્ત્વિક થતો હતો. તેથી શરીરમાં સારો વાયુ કાર્યાન્વિત થવાથી શરીરમાં રહેલી પેશીઓનું આપમેળે જ પોષણ પણ થતું હતું.
આ રીતે જો અન્નસેવન પાછળનું શાસ્ત્ર એકવાર ધ્યાનમાં આવે, તો ઘરે જ નહી, જ્યારે બહાર અન્ય ઠેકાણે પણ અન્ન ગ્રહણ કરવાની વારી આવે, છતાં પણ અચારોનું પાલન કરીને 'અન્ન એ બ્રહ્મસ્વરૃપ છે.' એમ માની લઇને તે 'ભગવાનના પ્રસાદ' તરીકે પ્રાર્થના અને નામજપ કરતાં કરતાં ગ્રહણ કરવાથી તે પવિત્ર યજ્ઞાકર્મ જ બને છે. એમ કરવું, આ સાધના જ છે.

Tuesday, March 18, 2014

Jokes

પત્ની : 'કહું છું સાંભળો છો ?'
પતિ : 'હં…..'
પત્ની : 'અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….'
પતિ : 'પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!'
******
છગન (ડોક્ટર સાહેબને) : 'મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?'
ડૉક્ટર : 'દસ હજાર.'
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : 'છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.'
છગન : 'સાહેબ 100 રૂ.માં પતી ગયું.'
ડૉક્ટર : 'કેવી રીતે ?'
છગન : 'મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !'
******
છોકરી : 'તું મને પ્રેમ કરે છે ?'
છોકરો : 'હા, વહાલી.'
છોકરી : 'તું મારા માટે મરી શકે ?'
છોકરો : 'ના, હું અમરપ્રેમી છું.'
******
રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : 'તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?'
શ્યામુ : 'માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….'
******
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે 'હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.'
વીરુ : 'એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.'
******
દાંતના ડૉકટર : 'તમારો દાંત કાઢી નાખવો પડશે.'
દર્દી : 'કેટલા પૈસા થશે ?'
ડૉક્ટર : 'પાંચ સો રૂપિયા.'
દર્દી : 'આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….'
******
મોન્ટુ : 'જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?'
પિન્ટુ : 'કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.'
******
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : 'આવું કેવી રીતે થયું ?'
મોન્ટુ : 'મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…'
******
ટીના : 'અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!'
મીના : 'હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, "બચાવો…બચાવો…."'
******
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
'ઓકે, ખરીદી લે….'
******
પેસેન્જર : 'જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?'
સ્ટેશન માસ્તર : 'બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?'
******
બૉસ : 'અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.'
ઉમેદવાર : 'તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…'
******
માલિક : 'આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.'
નોકર : 'ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….'
******
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : 'ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….'
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : 'હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….'
******
શિક્ષક : 'દિલ્હીમાં કુતુબ મિનાર છે.'
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
'મેં હમણાં શું કહ્યું ?'
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : 'દિલ્હીમાં કુત્તા બીમાર છે.'
******
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : 'તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?'
મચ્છર : 'શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!'
******
યુવતી : 'કાલે મારો બર્થ-ડે છે.'
યુવક : 'એડવાન્સમાં હેપી બર્થ-ડે.'
યુવતી : 'શું ગિફ્ટ આપીશ ?'
યુવક : 'શું જોઈએ ?'
યુવતી : 'રિંગ.'
યુવક : 'રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.'
******
પિંકી : 'પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.'
બિટ્ટુ : 'અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?'
પિંકી : 'એ આપણો દીકરો લાવ્યો છે…!'
******
સંતા : 'આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?'
બંતા : 'જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?'
******
યુવતી : 'જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.'
યુવક : 'ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો !'
******
'તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?'
'પાણીમાં… બીજે ક્યાં ?'
******
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
'એક કૉફી કેટલાની છે ?'
'પચાસ રૂપિયાની…..'
'આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….'
વેઈટર : 'એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !'
******

Friday, March 14, 2014

આજીનોમોટો - આડઅસર

રીસેપ્શનની સીઝન ચાઈનીઝ અને આજીનો મોટો :

કમુરતા પછી ધોધમાર વરસાદ વચ્ચે પરણતા ગુજ્જુ વરરાજાઓનો શ્રાવણીયા તડકાની જેમ ઉઘાડ નીકળ્યો છે. કંકોત્રી મળે ને અંગત હોય એટલે જમવા તો જવું જ પડે. ને જમવામાં પહેલું જ કાઉન્ટર હોય સૂપ નું. આખી જિંદગી વિસનગર થી આગળના ગયો હોય ને ભાયડા એ રાખ્યો હોય hot and sour સૂપ.

ડબ્બલ સીઝનમાં આ સૂપ તમને ડોક્ટરના પગથીયા ઘસતા કરી દે એમાં ભૂલ નઈ...ભૂખ લગાડવાનું કામ કરનાર સૂપમાં સફેદ રંગનો ચમકતો દેખાતો મોનોસોડિયમ ગ્લૂટામેટ એટલે કે આજીનોમોટો નાખવામાં આવે છે.

જે એક સોડિયમ સૉલ્ટ છે. જો તમે ચાઇનીઝ ડિશના દીવાના છો તો તેમાં તમને આજીનોમોટો અચૂક મળશે કારણ કે તેનો ઉપયોગ એક મસાલા તરીકે થાય છે. પણ કદાચ જ તમને ખબર હશે કે ભોજનનો સ્વાદ વધારનાર આ મસાલો સ્વાસ્થ્ય માટે બહુ ખતરનાક હોય છે.

જાણીએ તેની આડઅસર વિષે :
==================

1. આજીનોમોટોના સેવનથી માથાનો દુખાવો, પરસેવો વળવો અને ચક્કર આવવા જેવી જોખમી બીમારીઓ થઇ શકે છે. જો તમે તેના આદી થઇ ચૂક્યા છો અને ખાવામાં તેનો પુષ્કળ પ્રયોગ કરો છો તેનાથી તમારું બ્રેન ડેમેજ થઇ શકે છે.

2. તે ખાવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાઇ શકે છે, ચહેરા પર સોજો આવી શકે છે અને ત્વચામાં ખેંચાણ અનુભવાય છે.

3. તેના વધારે પડતા પ્રયોગથી ધીમે-ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને આળસનો જન્મ થાય છે. તેનાથી શરદી-તાવ અને થાકનો પણ અહેસાસ થવા લાગે છે. તેમાં રહેલ એસિડ સામગ્રીઓને કારણે તે પેટ અને ગળામાં બળતરા સર્જી શકે છે.

4. પેટના નીચેના ભાગમાં પીડા, ઉલ્ટી થવી અને ડાયેરિયા વગેરે
તેના કેટલાંક દુષ્પ્રભાવો છે.

5. આજીનોમોટ તમારા પગના સ્નાયુઓ અને ઘૂંટણમાં દર્દ પેદા કરે છે. તે હાડકાને નબળા બનાવે છે અને શરીર દ્વારા જેટલું કેલ્શિયમ લેવામાં આવ્યું હોય તેને ઓછું કરી દે છે.

6. બ્લડ પ્રેશરની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોએ તો આનું સેવન
કરવું જ ન જોઇએ કારણ કે તેનાથી અચાનક બ્લડ પ્રેશર વધી-
ઘટી જાય છે.

7. વ્યક્તિઓને આનાથી માઇગ્રેન જેવી માથાની ભયાનક બીમારી પણ થઇ શકે છે. જો તમારા માથામાં દર્દ થતો હોય તો તુરંત જ તે ખાવાનું બંધ કરી દો.

Friday, February 28, 2014

મુખ ની દુર્ગંધ

મુખ ની દુર્ગંધ નાં મુખ્ય કારણૉ અને તેના ઉપચાર
આપણે જાણીએ છીએ કે 'મુખમાંથી દુર્ગંધ આવવી' એ એક એવી વિકૃતિ છે કે, જેનું વ્યક્તિને સ્વયં જ્ઞાન નથી હોતું, પરંતુ તેની પાસે બેસનાર અથવા તેની સાથે વાતચીત કરનાર વ્યક્તિને તેની અનુભૂતિ તરત જ થઈ જાય છે. મુખ દુર્ગંધથી પીડાતી વ્યક્તિ સાથે વાતચીત કરતી બીજી કોઈ પણ વ્યક્તિને અત્યંત ખરાબ અનુભવ થાય છે. પતિ-પત્નીમાં પણ આ વિકૃતથી જો કોઈ પણ એક પીડિત હોય તો નિશ્ચિતરૂપે તેમની વચ્ચેના પ્રેમમાં ઊણપ આવે છે.

કારણો :

મુખમાંથી દુર્ગંધ આવવાનાં ઘણાં કારણો હોય છે. સૌથી મહત્ત્વનું કારણ છે, અસ્વચ્છતા. મુખની અસ્વચ્છતાના કારણે મુખમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે જે મુખ દુર્ગંધનું કારણ બને છે. દાંત ઉપર જામેલો મેલ, દાંતની કુદરતી ચમકને નુકસાન પહોંચાડવાની સાથે પેઢા, મસૂડાને પણ કમજોર બનાવે છે અને આ કમજોર પેઢા જીવાણુઓનું ઘર બને છે. ભોજન કર્યા પછી મુખને બરાબર સ્વચ્છ ન કરવાથી આહારના સૂક્ષ્મ કણો તેમાં ભરાઈ રહે છે અને તેના સડવાથી પણ દુર્ગંધ ઉત્પન્ન થાય છે. આ સિવાય કબજિયાત, પાચનતંત્રની ગરબડ, રક્તની દુષ્ટિ, મુખ, ગળા અને નાકના રોગો વગેરેના કારણે પણ આ વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે.

ઉપચાર :

* મુખ અને શ્વાસમાં દુર્ગંધ આવી રહી છે એવું જણાય ત્યારે સૌ પ્રથમ તેની પાછળનાં મૂળ કારણને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ કારણને શોધીને તેને દૂર કરવાથી મુખ દુર્ગંધ સરળતાથી દૂર થઈ શકે છે. જો કારણ ન મળતું હોય તો યથાશક્ય મુખ, દાંત, જીભ, અન્નમાર્ગને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.

* મુખને સ્વચ્છ રાખવા માટે સવારે ઊઠયા બાદ સ્વચ્છ પાણીથી વારંવાર મુખ સાફ કરવું જોઈએ. દાંતોને દૃઢ રાખવા માટે પાણીમાં સિંધાલૂણ મેળવીને કોગળા કરવા જોઈએ. જો દાંત ઉપર મેલ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે સ્વચ્છ પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી તેનાથી મુખશુદ્ધિ કરવી જોઈએ. લીંબુની ખટાશથી દાંત પરનો મેલ સરળતાથી દૂર થઈ જાય છે.

* જો દાંત કમજોર હોય અને હલતા હોય તો સરસવના તેલમાં થોડું નમક મેળવીને આ દ્રવને થોડો સમય મુખમાં ભરી રાખી, કાઢી નાખવું. આ રીતે દરરોજ કરવાથી દાંતોના અનેક પ્રકારના રોગોમાં લાભ થાય છે. દાંત ચમકદાર બને છે તથા મુખની દુર્ગંધ ઓછી થાય છે. આ રીતે મુખને સ્વચ્છ કર્યા પછી દાતણ, દંતમંજન વગેરેથી મુખને સાફ કરવું જોઈએ.

* જો મુખ દુર્ગંધનું મુખ્ય કારણ આંતરડાં કે પેટની ગરબડ હોય તો હંમેશાં સાદો, સરળ અને સંતુલિત આહાર લેવો. કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થોડા થોડા સમયે હળવો રેચ-જુલાબ લઈ પેટ સાફ રાખવું.

* મુખ દુર્ગંધની અધિકતા હોય તો અજમો અને નાગર મોથનું સરખા ભાગે બનાવેલું અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે થોડા દિવસ લેવું.

* શાહ જીરું આશરે પાંચ ગ્રામ જેટલું થોડા દિવસ નિયમિત લેવાથી પણ મુખ દુર્ગંધનો નાશ થાય છે.

* જેઠી મધ અથવા નાની એલચી અથવા લવિંગ ચાવતા રહેવાથી મુખની દુર્ગંધ દૂર થાય.

* એક ચમચી જેટલી હળદર નવશેકા પાણીમાં મેળવીને તેનાથી મુખશુદ્ધિ કરવાથી દાંતોમાં સડો અને જીવાણુઓના કારણે ઉત્પન્ન થતી દુર્ગંધનો નાશ થાય છે.

અહીં આપવામાં આવેલા આ સરળ ઉપચારો નિયમિત કરવાથી મુખ દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. જો કોઈ પણ કારણથી મુખ દુર્ગંધ દૂર ન થતી હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

Tuesday, February 25, 2014

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon

Jamnagar: Reliance JIO 4G Service - Coming Soon: Reliance Industry's Telecom division, Reliance JIO (RJIL) is all sat for launch of its 4G services by September. Reliance JIO will ...

Wednesday, February 19, 2014

એક વળગણ, એક હું,

આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

સહેલ

Monday, February 17, 2014

YHAI - 2014 Programmes

Forthcoming Adventure Programmes - 2014
Experience Adventure with YHAI
National Himalayan Trekking Expedition- Sar Pass
11 Days Trek, (May-June) Join @ Rs.3950 per member
National Himalayan Trekking Expedition- Chanderkhani Pass (New Route)
10 Days Trek, (April-May) Join @ Rs.3800 per member
National Heritage Trek-2014 , J&K
7 Days Trek, (May) Join @ Rs.4500 per member
 National Himalayan Nature Study cum Trekking Expedition- Dobhi
8 Days, (April-May) Join @ Rs.3000 per member
National Himalayan Nature Study cum Trekking Expedition- Dalhousie
6 Days, (April-May) Join @ Rs.3000 per member
National Family Camping - 2014
4 Nights/ 5 Days (April-June) Join @ Rs.4200 per family
 National Himalayan Mountain Biking Expedition- Jalori Pass
8 Days, (April-June) Join @ Rs.3000 per member
Apply Online

Log on to www.yhaindia.org for online booking of −
  • Trekking Programmes,
  • Membership
  • Youth Hostel Booking (India & abroad)

જિંદગી અને તમે !

જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[]  જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.
[] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ
.
 

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...